જાણીતા કલાકાર જગદીશ ત્રિવેદીની 3 મહિનાની અમેરિકાયાત્રામાં રૂપિયા 3.87 કરોડની સેવા
ગુજરાતી સાહિત્યના પ્રથમ હરોળના જાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી છેલ્લા ત્રણ મહિનાથી અમેરીકાના પ્રવાસે હતા. શિકાગોમાં ગત રવિવારે 28 ના રોજ આ પ્રવાસનો વીસમો અને અંતિમ કાર્યક્રમ આપ્યા બાદ પુરા પ્રવાસનો હિસાબ જાહેર કર્યો હતો. અહીં તેમના દ્વારા રજુ કરવામાં આવેલા વીસ કાર્યક્રમોમાંથી કુલ રૂૂ. 3,87,00,000 (રૂૂ. ત્રણ કરોડ સત્યાસી લાખ) એકત્ર થયા અને આ રકમ તેમને અહીંની જુદી જુદી સેવા સંસ્થાઓમાં દાન કરી છે.
જેમા રૂૂ. સવા કરોડ રૂૂપિયા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ સંચાલિત સુરત પાસેના સુપા ગામમાં આવેલી આંખની હોસ્પિટલને, રૂૂ. એક કરોડ અગિયાર લાખ અમદાવાદની માનવ સાધના સંસ્થાને , રૂૂ. છવીસ લાખ નિર્દોષાનંદજી હોસ્પિટલ- ટીંબીમાં સી.ટી. સ્કેન વિભાગ માટે, રૂૂ. પચીસ લાખ રૂૂપિયા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર - મુની સેવા આશ્રમ- ગોરજને, રૂૂ. પચીસ લાખ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગામની સરકારી પ્રાથમિક શાળાના બાંધકામ માટે, રૂૂ. સોળ લાખ રુપિયા કેરીલોન ટેબમેન કેન્સર હોસ્પિટલ, રોનક (અમેરીકા) ને રૂૂ. સોળ લાખ રુપિયા વિસનગરની આદર્શ વિદ્યાલયમાં બની રહેલી છાત્રાલયમાં ત્રણ ઓરડા માટે, રૂૂ. તેર લાખ રૂૂપિયા સારલોટ (અમેરીકા) માં ગુજરાતી ભાષાના વર્ગનાં બે ઓરડા માટે, રૂૂ. આઠ લાખ સિત્તેર હજાર ડાહીબા પ્રાથમિક શાળા- અલારસાન , રૂૂ. સાડા આઠ લાખ ગ્રામ સેવા મંદિર સંચાલિત નારદીપુરની શાળામાં, રૂૂ. સાડા પાંચ લાખ સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને, રૂૂ. પાંચ લાખ રુપિયા ક્ધયા છાત્રાલય - કુંભણમાં એક ઓરડો, રૂૂ. અઢી લાખ રૂૂપિયા હિન્દુ યુનિવર્સિટી ઓફ અમેરિકાને મળીને કુલ ત્રણ કરોડ અને સત્યાસી લાખ રૂૂપિયાનું દાન કરેલ હતું.
રૂૂ. પોણા ચાર કરોડથી વધુ ની રકમ સાથે જગદીશ ત્રિવેદીની નિવૃત્તિના આઠ વરસમાં દાનની રકમ ઓગણીસ કરોડ ત્રેવીસ લાખ સત્તાવન હજાર છસો ચોત્રીસ રુપિયા થઈ હતી. આગામી તા. 12 ઓક્ટોબરના રોજ પોતાના જન્મદિવસે ડો. ત્રિવેદી પ્રતિ વર્ષ માફક આ વરસે પણ Social Audit of Social Service નામના પુસ્તક દ્વારા આઠે-આઠ વરસનો અને આ 19,23,57,634 ના દાનના પ્રત્યેક રુપિયાનો હિસાબ પ્રગટ કરશે. ત્યારે એક ગુજરાતી કલાકાર સાચા સમજ સેવક, વતનપ્રેમી અને સર્વેના હિત ચિંતક ખરા અર્થમાં સાબિત થયા છે.