ગોંડલમાં નવનિર્માણ પામેલ 380 વર્ષ જૂનુ મહાલક્ષ્મી મંદિર લોકો માટે ખુલ્લુ મુકાયું
રાજાશાહી સમયનો ઇતિહાસ જીવંત થયાનો અનુભવ કરતા દર્શનાર્થીઓ
રજવાડી ઠાઠ અને પ્રાચિન ઇતિહાસ માટે જાણીતાં ગોંડલ માં ઐતિહાસિક ગણાંતા મહાલક્ષ્મી મંદિર નો જીર્ણોધ્ધાર પુર્ણ થતા આજે ધનતેરસ નાં પાવન દિવસે શાસ્ત્રોકત પુજન અને મહા આરતી સાથે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાતા દર્શન માટે ભાવિકો ની જબરી ભીડ જામી હતી.
ગોંડલ ની સ્થાપના કરનારા પ્રથમ રાજવી ભાથકુંભાજી એ નિર્માણ કરેલા અંદાજે 350 વર્ષ જુના નાનીબજાર વચલીશેરી માં આવેલા પુરાતન એવા મહાલક્ષ્મી મંદિર નું નવનિર્માણ ગણતરીનાં દિવસો માં જડપભેર પુર્ણ થયું છે.આજે આ ઐતિહાસિક મંદિર ધનતેરસ નાં પાવન પર્વ ઉપર દર્શનાર્થીઓ માટે આધુનિક સ્વરુપે ખુલ્લુ મુકાયુ છે. આશરે દોઢસો વર્ષ થી વધુ સમય નો ઇતિહાસ સંઘરી બેઠેલા ભુરાબાવા નાં ચોરા નો અદભુત કાયાકલ્પ કરી જુના ઇતિહાસ ને ફરી જીવંત કરનાર નાગરિક બેંક નાં પુર્વ ચેરમેન અને ભાજપ મોવડી અશોકભાઈ પીપળીયાએ ગોંડલ નાં વચલી શેરીમાં આવેલા શહેર નાં એકમાત્ર મહાલક્ષ્મી મંદિર નો જીર્ણોધ્ધાર કરી નવનિર્માણ કરવા બીડુ જડપ્યાં બાદ ધમધોકાર રિનોવેશનનું કાર્ય શરુ કરાયું હતુ.
ટુંકી જગ્યા માં રહેલા મંદિર ની પરીસર ને વિશાળ બનાવી આરસ,માર્બલ નાં ચણતર તથા ઝુમર સહિત લાઇટીંગ સાથે આધુનિક ઓપ અપાયો છે. અશોકભાઈ પીપળીયાએ જણાવ્યું કે મહાલક્ષ્મી મંદિર અતિ પ્રાચિન અને પુરાતન છે.ગોંડલ નાં અદભુત અને ગૌરવંતા ઇતિહાસ ને ફરી જીવંત કરવાની લગની ને કારણે ભુરાબાવા નાં ચોરા બાદ મહાલક્ષ્મી મંદિર નાં જીર્ણોધ્ધાર નું કાર્ય હાથ ધરાયુ હતુ.જેમાં અંદાજે 35 લાખ થી વધુ ખર્ચ કરાયો છે.
આ ભગીરથ કાર્ય નાં મુખ્ય દાતા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર છે.ઉપરાંત ભક્તજનો અને વેપારીઓ સહયોગી બન્યાછે. અશોકભાઈ પીપળીયાએ વધુમાં જણાવ્યું કે આ પ્રસંગે પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા આગામી તા.5 દેવ દિવાળી નાં પાવન દિવસે બૃમ્હ ચોર્યાસી નું આયોજન કરાયું છે.જે માટે બૃમ્હ સમાજ ને સાથે લઇ તૈયારીઓ શરુ કરી દેવાઇ છે.
ગોંડલ નું મહાલક્ષ્મી મંદિર ઐતિહાસિક ગણાય છે.લોકવાયકા મુજબ જ્યારે ગોંડલ રાજ્ય દ્વારા સંત દાશી જીવણસાહેબ ને કેદખાના માં બંધ કરી અમુક કોરી દંડ ભરવાનો આદેશ કરાયો હતો ત્યારે ખુદ ભગવાન શ્રીકૃષ્ણ વેપારી શેઠ નો વેશ ધારણ કરી દ્વારકા થી ગોંડલ આવ્યા હતા.
અને ગોંડલ પંહોચી પહેલા વચલીશેરી માં મહાલક્ષ્મી મંદિરે પંહોચી દર્શન કરી બાદ માં દરબારગઢ પંહોચી પોતાના પરમ ભક્ત દાસીજીવણ સાહેબ નો દંડ ભરી તેમને કેદ મુક્ત કરાવ્યાં હતા. આજે પણ આ ઘટનાની ગવાહી આપતુ મહાલક્ષ્મી મંદિર આધુનિક સ્વરુપે દર્શનીય બન્યું છે.