રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સ્ટેમ્પ ડ્યૂટી-ગીરોખત-ભાડાપટ્ટા લેખ-ઈલે. વાહનોની ડ્યૂટીમાં રાહત: ઈ-રજિ.ની નવી સુવિધા

04:17 PM Feb 20, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

મેક્સી પ્રકારના પેસેન્જર વાહનોમાં હવે 6 ટકા વેરો

રાજ્યના નાણામંત્રીએ આજે રજુ કરેલા બજેટમાં સ્ટેમ્પડ્યુટી, ભાડા પટ્ટાના લેખ, ગીરો ખત, ગીરો મુક્તિલેખ, ઈલેક્ટ્રીક વાહનો, મેક્સી કેટેગરીના પેસેન્જર વાહનોના વેરામાં રાહતો આપવાની જાહેરાત કરી હતી.

વડીલોપાર્જીત મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક કમીના લેખ પર, પ્રવર્તમાન 4,90% સ્ટેમ્પ ડયુટીના બદલે પુત્રોના વારસદારોની જેમ ફક્ત રૂૂમ.200ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થશે.

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની જોગવાઇઓ મુજબ વર્તમાન સમયમાં રૂૂપિયા એક કરોડ સુધીની લોનની રકમ માટેના ’ગીરોખત’ પર 0.25% લેખે મહત્તમાં રૂૂા.25,000ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થાય છે, જે ઘટાડીને હવે મહત્તમ રૂૂા.5,000ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થશે. જેથી હાઉસીંગ લોન ધારકો તેમજ નાના ઉદ્યોગકારો જેવા વર્ગોને આર્થિક લાભ થશે તેમજ સરળતા વધશે.

એક વર્ષ કરતાં ઓછા સમયગાળાના ભાડાપટ્ટાના લેખ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર 1% સ્ટેમ્પ ડયુટી ભરવાની જોગવાઈ છે. જેના સ્થાને રહેણાંક માટે રૂૂા.500 તથા વાણિજ્ય માટે રૂૂા.1000ની સ્ટેમ્પ ડયુટી લેવામાં આવશે તેમજ અન્ય સમયગાળાના ભાડાપટ્ટાના લેખ માટે લાગુ પડતા દરોનું સરળીકરણ કરવામાં આવશે.

આ ઉપરાંત, નાગરિકો અને નાના ઉદ્યોગકારોના સમય અને શક્તિનો બચાવ થાય તે હેતુસર, ગીરોખત, ગીરોમુક્તિ લેખ, ભાડા પટ્ટા લેખ કરવા માટે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં જવાને બદલ, ઘરે બેઠા ઈ-રજીસ્ટ્રેશનની સુવિધા ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે.

‘ગ્રીન ગ્રોથ’ની સંકલ્પનાને સાકાર કરવાના ભાગરૂૂપે પર્યાવરણની જાળવણી અને સંવર્ધન માટે જે ઇલેક્ટ્રીક વાહનો પર હાલમાં 6% સુધી ઉચ્ચક(કીળાતીળ) વાહન વેરો અમલમાં છે, તેવા સંપૂર્ણપણે ઇલેક્ટ્રીક બેટરીથી સંચાલિત વાહનો પર 1 વર્ષ માટે 5% સુધી રીબેટ આપી અસરકારક 1% લેખે વેરાનો દર રાખવાનો પ્રજાલક્ષી અને પર્યાવરણલક્ષી નિર્ણય કરેલ છે.

વેરાના દરમાં વધુ સરળીકરણ માટે મેક્સી કેટેગરીમાં પેસેન્જર વહનની ક્ષમતા મુજબ હાલના 8% તથા 12%ના દરને બદલે એક જ દર એટલે કે 6% દર રાખવામાં આવશે. જેનાથી રાજ્યના પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે.

Tags :
gujaratGujarat budgetgujarat news
Advertisement
Advertisement