કોરોનામાં રાહત, વધુ 7 કેસ, રિકવરીમાં વધારો, 114 દર્દીઓ સાજા થયા
કુલ કેસ 172 પૈકી 58 દર્દી સારવાર હેઠળ: એક મહિલા દર્દી વેન્ટિલેટર પર
શહેરમાં એક માસના કોરોનાના કેસમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આજે વધુ 7 નવા કેસ આવતા કુલ કેસનો આંકડો 172 પર પહોંચ્યો છે. પરંતુ રિકવરીમાં સતત વધારો થતાં આજ સુધીમાં 114 દર્દી સાજા થયા છે. અને હાલ હોમઆઈસોલેટ કરેલા 58 દર્દી સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
શહેરમાં આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. 24 કલાકમાં વધુ 7 નવા પોઝિટિવ કેસ આવતા કુલ કેસનો આંકડો 172 પર પહંચ્યો છે. આજે આવેલા નવા કેસમાં વોર્ડ નં. 9 કુવાડવા રોડ પુરુષ ઉ.વ. 66 તથા યુનિવર્સિટી રોડ પુરુષ ઉ.વ. 26, વોર્ડ નં. 7 ઠક્કરબાપા વિસ્તાર મહિલા ઉ.વ. 61, વોર્ડ નં. 10 કાલાવડ રોડ મહિલા ઉ.વ. 44 તથા પુષ્કરધામ રોડ મહિલા ઉ.વ. 47, વોર્ડ નં. 11 જીવરાજપાર્ક પુરુષ ઉ.વ. 17, વોર્ડ નં. 3 પરસાણા નગર મહિલા ઉ.વ. 44 સહિત સાત નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા નોંધાયેલા તમામ દર્દીોને હોમઆઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. આજના કેસની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન હોવાનું તેમજ ઠક્કરબાપા વિસ્તારમાં આવેલ મહિલા ઉ.વ. 61ને વેલ્ટીનેટર ઉપર રાખવામાં આવ્યા છે. શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ તા. 19 મે ના રોજ આવેલ ત્યાર બાદ સતત કેસમાં વધારો જોવા મળ્યો હતો. એક સમયે ડબલ ડિઝિટમાં આવેલા કેસના વળતા પાણી થયા હોય તેમ આજે ફક્ત સાત કેસ નોંધાયા હતાં. જેના લીધે કેસનો કુલ આંકડો 172 પર પહોંચ્યો છે. પરંતુ રિકવરી રેટમાં મોટો સુધારો નોંધાતા ફક્ત 58 દર્દી સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. છતાં શહેરીજનોએ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનો આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે.