રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને રાહત: ઇ-પ્રોફાઇલ વગર કરી શકશે વિતરણ

03:51 PM Nov 21, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્યભરની સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ માટે તા. 14 નવેમ્બરથી ઈ પ્રોફાઈલ ફરજિયાત કરવામાં આવી છે ત્યારથી રાજ્યની અસંખ્ય દુકાનોમાં ઈ પ્રોફાઇલ કંપ્લીટ ન થવાના કારણે વિતરણ ઠપ્પ થઈ ગયું હતું રાજ્ય એસોસિયેશન દ્વારા આવી દુકાનોમાં વિતરણ શરૂૂ થાય એ માટે સરકારનું ધ્યાન દોરીને જે દુકાનનું ઈ પ્રોફાઇલ કંપ્લીટ નથી થયું હોય એવી દુકાનોને જૂની પદ્ધતિથી વિતરણ કરવા માટેની છૂટની માંગણી કરવામા આવી હતી આજે આ માંગણીને સ્વીકારવામાં આવી છે જેથી ચાલુ માસ દરમિયાન જુની પધ્ધતીથી વિતરણ થઈ શકશે તેથી જે દુકાનદારોને ઈ પ્રોફાઇલ કંપ્લીટ નથી થઈ તેવા દુકાનદારોને રાહત થઈ છે અને અસંખ્ય ગ્રાહકોને જથ્થો ન મળવાથી જીવ અધ્ધર હતા તેઓને હવે જથ્થો મળી શકશે પુરવઠાના ઇતિહાસમાં એક ક્રાંતિકારી કહી શકાય એવું પગલું એટલે દરેક દુકાનદારોની ઈ પ્રોફાઇલ બનાવવામાં આવી હતી જેના અનુસંધાને દુકાનદાર પોતે દુકાને બેસે અને પોતાની જાતે વિતરણ કરે એવો સરકાર શ્રીનો આશય હતો જેથી કોઈ ડુપ્લીકેટ વ્યક્તિ કે બહારની વ્યક્તિ ઘુસી ન શકે અને કોઈ પણ પ્રકારની ગેરરીતી ન થાય આ માટે ઈ પ્રોફાઈલ લાગુ કરવામા આવી છે
હજુ પણ રાજ્યમાં ઘણા બધા એવા દુકાનદારો છે કે જેવો અશક્ત છે બીમાર છે અથવા તો તેઓના ફિંગર પ્રિન્ટ ઘસાઈ ગયા છે આવા દુકાનદારોની પ્રોફાઈલ કંપ્લીટ હોવાના કારણે પોતે દુકાને બેસી અને વિતરણ કરી શકે એમ નથી તેઓ માટે પણ કંઈક વ્યવસ્થા કરવા માટે ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ સોપ એસોસિએશને પુરવઠા મંત્રીશ્રીને એક પત્ર લખીને આવી દુકાનનુ વિતરણ તાત્કાલિક ધોરણે ચાલુ થાય એવી માંગણી કરી છે જેથી રાજ્યના ગરીબ લોકોને સમયસર અનાજ મળી શકે અને પુરવઠાની વિતરણ વ્યવસ્થા સુચારુ રૂૂપે ચાલે છે.

કલ્યાણકારી યોજનાઓનું સુચારુ રૂૂપે સંચાલન થાય તથા જરૂૂરિયાત મંદ લોકોને પૂરતા પ્રમાણમાં અને સમયસર અનાજ મળી રહે સરકારશ્રીના આ અભિગમને દુકાનદાર ભાઈઓએ હંમેશા સાથ આપ્યો છે અને રાજ્ય એસોસિએશને પણ દુકાનદારોની જરૂૂરિયાત મુજબની માંગણી કરી છે ઈ પ્રોફાઇલનો પણ સ્વીકાર કરેલો છે

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement