For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રિલાયન્સ જિયોએ મે 2025માં ગુજરાત સર્કલમાં 3.17 લાખ નવા મોબાઇલ યુઝર્સ વધાર્યા

04:54 PM Jul 04, 2025 IST | Bhumika
રિલાયન્સ જિયોએ મે 2025માં ગુજરાત સર્કલમાં 3 17 લાખ નવા મોબાઇલ યુઝર્સ વધાર્યા

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ)ના 27 જૂન, 2025ની તારીખ ધરાવતા તાજેતરના એક અહેવાલમાં જણાવાયું છે કે, ગુજરાત રાજ્યમાં વાયરલેસ સબસ્ક્રાઇબરની સંખ્યા કુલ 6.62 કરોડ સુધી પહોંચી ગઈ છે જ્યારે મે 2025ના અંત સુધીમાં વાયરલાઇન સબ્સ્ક્રાઇબરનો આંક વધીને 19.89 લાખ થયો છે.
રિલાયન્સ જિયોએ 3.17 લાખ મોબાઇલ સબસ્ક્રાઇબર ઉમેરીને ગુજરાતના માર્કેટમાં તેનું નેતૃત્વ મજબૂત બનાવ્યું હોવાનું ટ્રાઇના તાજેતરના આંકડામાં ફલિત થયું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ના તાજેતરના ટેલિકોમ સબસ્ક્રીપ્શન ડેટા અનુસાર, ગુજરાતમાં આ વૃદ્ધિનો અર્થ એ છે કે જિયો હવે કુલ 30,771,740 સબસ્ક્રાઈબર્સ ધરાવે છે જે ગુજરાતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર તરીકે તેની સ્થિતિને સુદૃઢ કરે છે.

Advertisement

વાયરલાઇન સેગમેન્ટમાં, જિયોએ 97,288 સબસ્ક્રાઇબર્સ ઉમેર્યા છે અને તેનો કુલ સબસ્ક્રાઇબર બેઝ 8.86 લાખ સુધી પહોંચી ગયો છે.

જિયોએ મે 2025ના અંત સુધીમાં 3,51,097ના સબ્સ્ક્રાઇબર બેઝ સાથે, 5Gફિક્સ્ડ વાયરલેસ એક્સેસ ( 5G FWA) માર્કેટમાં જિયો એર ફાઇબર સેવાઓના આક્રમક વિસ્તરણ દ્વારા વર્ચસ્વરૂૂપૂર્ણ બજાર હિસ્સો જાળવી રાખ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement