જેલમાંથી વસાવા દંપતીનો છુટકારો, રોડ શો યોજ્યો
06:43 PM Feb 01, 2024 IST | Bhumika
લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી માટે મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા 48 દિવસ બાદ આજે જેલવાસપૂર્ણ કરી બહાર આવ્યા છે. આજે તેમની પત્ની વર્ષાબેન વસાવા જેલ મૃક્ત થતાં બંને બહાર આવ્યા હતાં. ત્યાર બાદ વિશાળ રોડશો યોજ્યો હતો. જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સેસન જજ એન. આર. જોશીની કોર્ટ ચૈતર વસાવાના શરતી જામીન મંજુર કર્યા હતા. ચૈતર વસાવા પર વન કર્મીઓને માર મારવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાનાં ગુન્હામાં રાજપીપળા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. ચૈતર વસાવાને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં બહાર રાખવાની સરતે જામીન આપ્યા છે. કોર્ટે એક લાખ રૂૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા અને ભરૂૂચ સિવાયના વિસ્તારમાં રેહવાનું રેહશે.
Advertisement
Advertisement