જામનગરમાં બાકી વેરા પર 100 ટકા વ્યાજ માફીની યોજનાનો પુન: પ્રારંભ
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કરદાતાઓને રાહત આપવાના હેતુથી મિલકત વેરા, વોટર ચાર્જીસ અને વ્યવસાય વેરાની બાકી રકમ પર 100 ટકા વ્યાજ માફી યોજનાની ફરી એકવાર અમલવારી શરૂૂ કરવામાં આવી છે. આ યોજના તારીખ 16/06/25 થી તારીખ 07/07/25 સુધી અમલમાં રહેશે. મહાનગરપાલિકાના જનરલ બોર્ડના ઠરાવ નંબર 140, તારીખ 20/06/2025 અને વહીવટી મંજૂરી તારીખ 25/06/25 અનુસાર, તારીખ 01/04/06 થી તારીખ 31/03/25 સુધીના સમયગાળાની કારપેટ બેઇઝ પદ્ધતિ મુજબની બાકી રકમ પર આ વ્યાજ માફીનો લાભ મળશે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે બાકીદારો વિવિધ કારણોસર તેમનો વેરો ભરી શક્યા નથી, તેઓને વ્યાજના બોજમાંથી મુક્તિ મળે અને તેઓ સરળતાથી તેમની બાકી રકમ ભરી શકે. આ યોજના તારીખ 26/06/20થી સત્તાવાર રીતે શરૂૂ થઈ જશે. પાલિકા દ્વારા કરદાતાઓને સુવિધા મળી રહે તે માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેથી તેઓ સરળતાથી અને ઝડપથી તેમનો વેરો ભરી શકે અને આ યોજનાનો લાભ મેળવી શકે. વ્યાજ માફી યોજનાનો લાભ લેવા માટે અંતિમ તારીખ 07/07/25 છે, જેની તમામ બાકીદારોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. આ યોજનાથી મહાનગરપાલિકાને પણ બાકી વેરાની વસૂલાતમાં મદદ મળશે અને શહેરના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે.