74મી ઓલ ઇન્ડિયા હોકી ચેમ્પિયનશિપના ઉદ્ઘાટન પૂર્વે રીહસર્લ
રાજ્ય પોલીસ વડા ખાસ ઉપસ્થિત રહેશે, તૈયારીઓને આખરી ઓપ અપાયો
રાજકોટમાં કાલથી 14 ડીસેમ્બર સુધી યોજાનાર 74મી ઓલ ઈન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપની યજમાની રાજકોટ પોલીસ કરનાર હોય જેના ભાગરૂૂપે રેન્જ આઈ જી અશોક કુમાર યાદવ અને પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા સહિતના પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં હોકી ચેમ્પિયનશિપના ઉદ્ઘાટનનું રિહર્સલ યોજાયું હતું. આ હોકી ચેમ્પિયનશિપના 74માં સંસ્કરણમાં ભારતભરની પોલીસ અને પેરા મીલીટરી ફોર્સની કુલ 32 ટીમો ભાગ લેશે, જે રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જે અન્વયે ખેલાડીઓને ટ્રેનિંગ ઝોન અને મેડિકલ સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે પોલીસ અધિકારીઓએ જરૂૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ચેમ્પિયનશીપના ઉદઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, વરિષ્ઠ અધિકારીઓ અને સમગ્ર દેશના ખેલાડીઓ હાજર રહેશે. આજે આ હોકી ચેમ્પિયનશીપનું રિહર્સલ પણ યોજાયુ હતું. શહેર પોલીસના અધિકારીઓને લાયઝનિંગ ઓફીસર તરીકે નિમવામાં આવ્યા છે.