ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખરીફ પાકો ટેકાના ભાવે વેચાણ માટે 15મી સુધી પોર્ટલ ઉપર થશે નોંધણી

04:59 PM Sep 12, 2025 IST | Bhumika
Advertisement

સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરી વાવેતરની ચકાસણી થશે

Advertisement

ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા આગામી તા. 15 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. કૃષિ ખાતા દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાવ્યો હશે, તે સર્વે નંબરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી કરીને જે તે જણસીના વાવેતરની ચકાસણી કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાક માટે ખેડૂતોએ નોંધણીમાં દર્શાવવામાં આવેલા સર્વે નંબરમાં મગફળીના વાવેતરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી અને ચકાસણીની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સેટેલાઇટ સર્વે થકી જે સર્વે નંબર પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે તેવા કિસ્સામા ખેતરમાં જઈને વાવેતરની ચકાસણી કરવામાં આવશે. જેથી હાલમા ચાલી રહેલા ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જિલ્લાના તમામ ખેડૂતોએ પોતાના ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે અચૂક કરાવી લેવો જોઈએ.

વધુમા એગ્રી સ્ટેક ડીજીટલ ક્રોપ સર્વે પ્રોજેકટ અંતર્ગત ખરીફ પાક માટે ખેડૂત તેમના ગામના સર્વેયર અથવા ખેડૂત જાતે પોતાના ખેતરના પાક વાવેતર સર્વેની કામગીરી કરી શકે છે. જેના માટે ખેડૂતે પોતાના એન્ડ્રોઇડ મોબાઈલમા Digital Crop Survey - Gujarat એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહે છે. ત્યારબાદ આ એપમાં સર્વેની કામગીરી થાય છે. ખેડૂતે એપ્લિકેશન ઓપન કરી, ભાષા સિલેકટ કર્યા બાદ એકાઉન્ટમાં સાઈન ઈન કરીને મેનુમાં જવાનું છે. ત્યારબાદ ઓ.ટી.પી.ની પ્રક્રિયા થાય છે. આ એપ્લિકેશન મારફત ખેડૂત જાતે પોતાના ખેતરની પાક વાવેતરની નોંધણીની આગળની કાર્યવાહી કરી શકે છે. જેને ધ્યાને લઈને જિલ્લાના તમામ ખેડૂતોને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આ ઉપરાંત, રાજ્યના ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તે જ સર્વે નંબરની ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવા અને મગફળી વાવેતરનો જીઓ ટેગ્ડ (Geo-tagged ) ફોટો લઇ તે પોતાના પાસે આધાર પૂરાવા તરીકે રાખવા પણ ખેતી નિયામક, ગાંધીનગરની કચેરીની યાદીમા અનુરોધ કરાયો છે.

Tags :
Farmersgujaratgujarat newsKharif crops
Advertisement
Next Article
Advertisement