રેસકોર્સ સ્નાનાગાર માટે સોમવારથી રજિસ્ટ્રેશનનો પ્રારંભ
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની રેસકોર્ષ સ્નાનાગાર શાખા ખાતેના શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્ષ જે હાલ જુલાઇ-2024 થી એપ્રિલ-2025 સુધી રિપેરીંગ/રિનોવેશનની કામગીરી સબબ સ્નાનાગાર જાહેર જનતા માટે બંધ રાખવામાં આવેલ હતો. જે હાલ તા:-01/05/2025 થી ફરીથી જાહેર જનતા માટે શરૂૂ કરવામાં આવે છે. જેમાં સ્નાનાગાર ખાતે શિખાઉ, જાણકાર તથા ચિલ્ડ્રન સભ્યો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂૂ કરવામાં આવનાર છે. સ્નાનાગારની સુવિધાઓનુ ત્રીમાસીક રજીસ્ટ્રેશન તા.28/04/2025 સોમવારના રોજ સવારે 11:00 કલાકથીwww.rmc.gov.in પરથી ઓનલાઇન તથા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે. ગત ચોમાસા દરમ્યાન રેસકોર્ષ લોક માન્ય તિલક સ્નાનાગાર રીનોવેશન ની કામગીરી માટે બંધ કરવામાં આવેલ, તથા તે અન્વયે રૂૂ.1.63ના ખર્ચે મુખ્યત્વે નીચે મુજબની કામગીરી તા.30/4/2025 સુધીમાં પૂર્ણ કરી આગામી માસથી લોકો માટે ખુલો મુકવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓમાં શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ, મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર કાલાવડ રોડ, સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર પેડક રોડ તથા જીજાબાઇ મહિલા સ્નાનાગાર સાધુવાસવાણી રોડ, જેમાં 04 સ્નાનાગારો ખાતે શિખાઉ તથા જાણકાર સભ્યો માટે પ્રવેશ પ્રક્રિયા તા.27/03/2025 થી શરૂૂ કરવામાં આવેલ. જેમાં રજીસ્ટ્રેશન શરૂૂ થયાના 30 દિવસમાં જ નીચે મુજબના સભ્યો નોંધાયેલ છે.