For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફાર્મસીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પૂર્ણ, 9800 બેઠકો સામે 15623 વિદ્યાર્થી

05:02 PM May 31, 2025 IST | Bhumika
ફાર્મસીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પૂર્ણ  9800 બેઠકો સામે 15623 વિદ્યાર્થી

ધો.12 પછી ફાર્મસીમાં પ્રવેશ માટે તા.3 એપ્રિલથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી હતી જે 30મી મેના રોજ પૂર્ણ થઇ છે. ફાર્મસીની અંદાજે 9800 બેઠકો માટે 15623 વિદ્યાર્થીએ ફોર્મ ભર્યા છે. આગામી 10મીએ પ્રોવિઝનલ મેરિટલિસ્ટ જાહેર કરીને મોક રાઉન્ડ શરૂૂ કરવામાં આવશે. રાજ્યમાં ફાર્મસીની અંદાજે 109 કોલેજોની 9800 બેઠકો પર પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

Advertisement

આગામી 23મી જૂનના રોજ પહેલા રાઉન્ડ માટે વિદ્યાર્થીઓને કોલેજ ફાળવણી કરી દેવામાં આવશે. 109થી વધારે કોલેજોને નિયમ પ્રમાણે દર વર્ષે રિન્યુઅલ મંજૂરી લેવાની હોય છે. સૂત્રો કહે છે કે, ફાર્મસી કાઉન્સિલ દ્વારા રિન્યુઅલ મંજૂરી આપવામાં ભારે વિલંબ કરવામાં આવતો હોવાથી જાહેર કરાયેલા શિડ્યુલ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા થશે કે કેમ તે એક પ્રશ્ન છે. ગતવર્ષે પણ ફાર્મસી કાઉન્સિલ દ્વારા કોલેજોની મંજૂરી આપવામાં ભારે વિલંબ કરવાના કારણે પ્રવેશ ફાળવણીમાં પણ મોડું થયું હતું. કાઉન્સિલ દ્વારા આગામી એક સપ્તાહમાં તમામ કોલેજને મંજૂરી આપી દેવામાં આવશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે, જે પ્રમાણે ખરેખર કામગીરી થાય તો નિર્ધારિત શિડ્યુલ પ્રમાણે પ્રવેશ ફાળવણી થઇ શકશે.

સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે હવે આગામી 10મી જૂને પ્રોવિઝનલ મેરિટલિસ્ટ જાહેર કરવામાં આવશે. 10મીથી 15મી જૂન સુધી મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ અને 17મી જૂને મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે. પહેલા રાઉન્ડ માટે 17મીથી 20મી જૂન વચ્ચે ચોઇસ ફિલિંગ કરવમાં આવશે. પહેલા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને 23મી જૂનના રોજ કોલેજની ફાળવણી કરવામાં આવશે. પહેલા રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકોની વિગતો આગામી 3 જુલાઇના રોજ જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ પહેલા રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરાવ્યું નહોય તેઓ આગામી 3 જુલાઇથી 14મી જુલાઇ વચ્ચે નવેસરથી રજિસ્ટ્રેશન કરાવીને બીજા રાઉન્ડમાં ભાગ લઇ શકશે. પૂરક પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓ પણ બીજા રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement