For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇજનેરી અને ફાર્મસીમાં રજિસ્ટ્રેશનની મુદત પૂર્ણ, 40 હજારથી વધુ બેઠકો ખાલી

03:47 PM May 21, 2025 IST | Bhumika
ઇજનેરી અને ફાર્મસીમાં રજિસ્ટ્રેશનની મુદત પૂર્ણ  40 હજારથી વધુ બેઠકો ખાલી

79544 માંથી માત્ર 39225 સીટ પર રજિસ્ટ્રેશન, ગત વર્ષ કરતા 4390 ઓછી નોંધણી થઇ

Advertisement

ડિગ્રી ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદત પૂરી થઇ ચૂકી છે. ચાલુ વર્ષે કુલ 79544 બેઠકો માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂૂ કરાઈ હતી. 20મી મેના રોજ રજિસ્ટ્રેશનની મુદત પૂર્ણ થઇ ચૂકી છે. અત્યાર સુધીમાં કુલ 39225 વિદ્યાર્થીઓએ જુદી જુદી કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આમ, ગત વર્ષની સરખામણીમાં ઓછું રજિસ્ટ્રેશન થયું છે. રજિસ્ટ્રેશનમાં વિદ્યાર્થીઓની સંખ્યા 28104 અને વિદ્યાર્થિનીઓની સંખ્યા 11121 છે. ડિગ્રી ઇજનેરી-ફાર્મસીમાં ચાલુ વર્ષે ગત 24મી માર્ચથી ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂૂ કરાઈ હતી. સરકારી-ગ્રાન્ટેડ કોલેજની તમામ બેઠકો અને સ્વનિર્ભર કોલેજોની 50 ટકા અને મેનેજમેન્ટની સુપરત કરેલી બેઠકો પર સમિતિ દ્વારા કાર્યવાહી કરાશે. ચાલુ વર્ષે 16 સરકારી, 3 ગ્રાન્ટેડ કોલેજોની મળીને 10957, 1 ઓટોનોમસ કોલેજની 156 અને 120 સ્વનિર્ભર કોલેજની 67654 બેઠકો મળીને કુલ 79544 બેઠકો માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂૂ કરાઈ હતી. ગત વર્ષે કુલ 43615 વિદ્યાર્થીઓએ પ્રવેશ ક્ધફર્મ કરાવ્યો હતો. ચાલુ વર્ષે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની મુદત પૂરી થઇ ત્યારે 39225 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે.

Advertisement

મહત્ત્વની વાત એ છે કે, ગત વર્ષની સરખામણીમાં ગુજરાત બોર્ડમાંથી મેથ્સ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ સંખ્યા 2300 જેટલી ઓછી છે. જેની સીધી અસર મેરિટ પર થાય તેમ છે. ગત વર્ષ કરતાં 4390 ઓછું રજિસ્ટ્રેશન થયું છે. આમ, મેથ્સમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતાં ઓછું રજિસ્ટ્રેશન થયું હોવાની શક્યતા છે. આગામી 3 જૂનના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાશે. જેના આધારે મોક રાઉન્ડ માટે 3થી 5 જૂન વચ્ચે ચોઇસ ફિલિંગ અને 7મી જૂનના રોજ મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરાશે. 7મી જૂને જ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરીને પહેલા રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ શરૂૂ કરાશે. 7મીથી 10મી જૂન ચોઇસ ફિલિંગ કર્યા બાદ 13મી જૂને પહેલા રાઉન્ડમાં કોલેજની ફાળવણી કરાશે.

ડિગ્રી ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે ચાલુ વર્ષે ગુજરાત બોર્ડમાં પાસ કુલ 29 હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ જ રીતે ઈઇજઊના કુલ 7200 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને ગુજરાત બહારના 1462 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement