વિદ્યાર્થીઓ માટે મહત્વના JEE અને NEET ના નિઃશુલ્ક અભ્યાસક્રમ માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ
11:25 AM Dec 11, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ચાર સ્થળોએ લેવાશે પરીક્ષા
- સુપર-40 હેઠળ 40 વિદ્યાર્થીઓને વિના મૂલ્યે સંપૂર્ણ અભ્યાસ
રાજકોટમાં દર વર્ષે સુપર 40 પ્રોગ્રામ હેઠળ હાલ ધો. 10 માં અભ્યાસ કરતા આર્થિક રીતે જરૂરિયાતમંદ તથા મધ્યમ વર્ગમાં આવતા તેજસ્વી વિદ્યાર્થીઓમાંથી 40 વિદ્યાર્થીઓ પસંદ કરીને આ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક JEE ane NEET કોચિંગ તથા ધોરણ 11 તથા 12 સાયન્સ બોર્ડ પરીક્ષા માટે નિઃશુલ્ક સ્કૂલિંગ આપવામાં આવે છે.રાજકોટની સેવાભાવી સંસ્થા શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ વર્ષ 2025-26 માટે સુપર-40 સેન્ટર ફોર એકસલન્સના નિઃશુલ્ક ધો.11 તથા 12 સાયન્સ સ્કૂલિંગ તથા જે.ઈ.ઈ. અને "નીટ" કોચિંગ માટે ધો. 10 ના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા હાલ ધો. 10 માં અભ્યાસ કરતાં અને આગળ ધો. 11 થી સાયન્સમાં જવા ઈચ્છતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સુપર-40 એન્ટ્રન્સ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી 40 જેટલા વિદ્યાર્થીઓને મેરીટ થ્રુ સિલેક્ટ કરી ધો. 11-12 સાયન્સનું નિઃશુલ્ક સ્કૂલિંગ તથા જે.ઈ.ઈ. અને એન.ઈ.ઈ.ટી.નું નિઃશુલ્ક કોચિંગ આપવામાં આવશે. મેરીટ યોગ્ય બાળક આઈ.આઈ.ટી.માં દેશની નામાંકિત એન્જિનિયરિંગ કોલેજમાંથી એન્જિનિયર બને અને "નીટ"ની પરીક્ષા પાસ કરી ડોક્ટર બને. દરેક વિદ્યાર્થીનું આ સ્વપ્ન પૂર્ણ કરવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.હોશિયાર બાળકોને ધો.11 અને 12 સાયન્સના બે વર્ષનું સ્કૂલિંગ નિઃશુલ્ક કરાવવામાં આવશે તેમજ તેઓ આઈઆઈટી (એન્જિનિયરિંગ) અને "એઈમ્સ" (મેડિકલ)માં પ્રવેશ મેળવી શકે તે માટે જેઈઈ તથા નીટ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી ભારતના શ્રેષ્ઠ શિક્ષકો અને તજજ્ઞો દ્વારા નિઃશુલ્ક કરાવવામાં આવશે.હાલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવાના હોય તેવા રાજકોટ-સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ સમગ્ર ગુજરાતના ગુજરાતી માધ્યમ અને ઈંગ્લીશ મીડીયમના વિદ્યાર્થીઓ SUPER 40 એન્ટ્રન્સ પરીક્ષા આપી શકે છે. www.super40rajkot.com વેબસાઈટ પર તેની તમામ માહિતી ઉપલબ્ધ છે. આ વેબસાઈટ ઉપર જઈ પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે. આ સુપર-40 અને જ્ઞાનબોધીની પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીની અધ્યક્ષતામાં ટ્રસ્ટીઓ મહેશભાઈ ભટ્ટ, રાજેશભાઈ રૂપાણી, ડો. મેહુલભાઈ રૂપાણી, અમીનેષભાઈ રૂપાણી, કમિટી મેમ્બર્સ જયેશભાઈ ભટ્ટ, હિંમતભાઈ માલવિયા, હસુભાઈ ગણાત્રા, સી.કે. બારોટ, રાજુભાઈ શેઠ, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, ભારતીબેન બારોટ તથા વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ કો-ઓર્ડીનેટર સાગરભાઈ પાટીલ, શિતલબા ઝાલા વિગેરે સેવા આપી રહ્યા છે.ખંભાળિયામાં સેન્ટ કર્વે સ્કુલ, ભાણવડની એમ.વી. ઘેલાણી સ્કૂલ, દ્વારકા એન.ડી.એચ. હાઈસ્કુલ, કલ્યાણપુર તાલુકામાં એલ.એન.પી. હાઈસ્કૂલમાં તા. 5 જાન્યુઆરી 2025 ના રોજ આ પરીક્ષાનું આયોજન થશે.
Next Article
Advertisement