રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં વીજળીના ફ્યુલ ચાર્જમાં ઘટાડો

03:53 PM Dec 24, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાની ચૂંટણી પહેલાં 50 પૈસાના ઘટાડા બાદ ડબલ એન્જિન સરકારની એક વર્ષમાં ‘ડબલ’ રાહત, યુનિટ દીઠ 40 પૈસા ઘટશે: રૂા.1.75 કરોડ ગ્રાહકોને ફાયદો

Advertisement

નાતાલ પર્વે સરકારે આપી રાહત

ચુંટણી આવે ત્યારે અનેક રાહતોનો પટારો ખુલે એમ ગુજરાત સરકારે પ્રજાને રાહત આપતો નિર્ણય કર્યો છે. રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ પત્રકાર પરિષદ યોજી ફ્યુલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો કર્યો હોવાની જાહેરાત કરી છે. ઓક્ટોબર 2024થી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ફ્યુલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરાયેલા વીજ વપરાશ પર આશરે રૂૂ.1,120 કરોડનો લાભ થશે.

ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલા ફ્યુલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-2024થી સપ્ટેમ્બર 2024ના સંબંધિત ત્રિમાસિક સમયગાળામાં વીજ બળતણના ભાવોમાં થયેલા ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂૂ. 2.85 પ્રતિ યુનિટ ફ્યુલ સરચાર્જ વસૂલાતો હતો. આ અંગે કનુ દેસાઈએ વધુમાં કહ્યું કે, ઓકટોબર 2024થી ડિસેમ્બર 2024ના પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળામાં પણ રૂૂ. 2.85 પ્રતિ યુનિટના દરે ફ્યુલ સરચાર્જની વસૂલાત કરાય છે. રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફયુલ સરચાર્જના દર જાળવી રાખ્યો છે.

રાજ્ય સરકારનો દાવો છે કે, નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદીના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઇ ગ્રાહકોના હિતમાં ફ્યુલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કર્યો છે. જે મુજબ પહેલી ઓક્ટોબર 2024થી પ્રવર્તમાન ત્રિમાસિક ગાળામાં કરેલા વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે.

કનુ દેસાઈએ કહ્યું કે, ઓકટોબરથી ડિસેમ્બર 2024ના સમયગાળામાં ફ્યુલ સરચાર્જનો દર રૂૂ. 2.85થી ઘટાડીને રૂૂ. 2.45 પ્રતિ યુનિટના દરની વસૂલાત કરાશે. ફ્યુલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલા વીજ વપરાશ પર આશરે રૂૂ 1120 કરોડનો લાભ થશે. આ ઉપરાંત જે રહેણાક ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરાય છે, તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુલ સરચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે રૂૂ 50થી 60ની માસિક બચત થશે.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે જાન્યુઆરીથી માર્ચના ફ્યુલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કર્યો હતો. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂૂપિયા 3.35 પ્રતિ યુનિટનો ફ્યુલ સરચાર્જ (ઋઙઙઙઅ)ની વસૂલાતો હતો. જો કે ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફ્યુલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કરાયો હતો.

Tags :
electionsgujaratgujarat newspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement