ધો.6થી 8માં વિદ્યાસહાયકની ભરતી સ્થગિત, શિક્ષણ વિભાગે કરેલ પરીપત્ર
ઉમેદવારો દ્વારા કરાયેલી અરજી બાદ હાઇકોર્ટનો હુકમ થતા લેવાયેલો નિર્ણય
ગાંધીનગરથી મોટા અપડેટ આવ્યા છે. ધોરણ 6 થી 8 ની વિદ્યા સહાયક ભરતી સ્થગિત કરાઈ છે. ફરીથી નિર્ણય ન લેવાય ત્યાં સુધી ભરતી સ્થગિત કરાઈ છે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂૂ છે, ત્યારે ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.
ગાંધીનગરથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત હાઇકોર્ટના આદેશના પગલે ધોરણ 6 થી 8 ની વિદ્યાસહાયકની ભરતી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. બે દિવસની જિલ્લા પસંદગી બાદ ભરતી પ્રક્રિયા સ્થગિત કરાઈ છે. નવી જિલ્લા પસંદગી તારીખ અંગે ફરી જાહેરાત કરાશે. ખજભ અભ્યાસ સાથે જ્ઞાન સહાયક નોકરી કરતા ઉમેદવારો હાઈકોર્ટમાં ગયા હતા.
વિદ્યાસહાયક ભરતી (ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ) વર્ષ 2024ના ઉમેદવારોને પ્રથમ તબક્કાની જિલ્લા પસંદગી માટેના કોલલેટર તા.23/07/2025 થી તા.06/08/2025 સુધીના આપવામાં આવેલ. જે પૈકી તા.23/07/2025 અને તા.24/07/2025 ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા પણ પૂર્ણ થયેલ છે.
ગુજરાત હાઈકોર્ટમાં જ્ઞાનસહાયક કે અન્ય નોકરીની સાથે નિયમિત અભ્યાસ કરી મેળવેલ લાયકાતના ગુણ ગણવા બાબતે દાખલ થયેલ સ્પે.સિ.એ.નં. 8169/2025 8671/2025 9474/2025 અને 9836/2025 ની તા.24/07/2025 ના રોજ સુનાવણી થયેલ. જેમાં મળેલ આદેશ અનુસાર ઉક્ત મુજબના ઉમેદવારોને સમિતિ સમક્ષ રૂૂબરૂૂ સુનાવણી કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવાની થતી હોઈ તા.25/07/2025 થી તા.06/08/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે કોલલેટર આપેલ ઉમેદવારોને અન્ય સુચના ન મળે ત્યાં સુધી જિલ્લા પસંદગી પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવેલ છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તથા પુન: જિલ્લા પસંદગી શરૂૂ ક2વા માટેની સુચના સમિતિની વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ ક2વામાં આવશે તેથી નિર્યામતિ રીતે વેબસાઈટ જોતાં રહેવા જણાવવામાં આવે છે.