For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અરજી આવ્યા બાદ અચાનક ફાયર વિભાગની 42 ઓફિસરની ભરતી રદ

03:59 PM Dec 09, 2025 IST | Bhumika
અરજી આવ્યા બાદ અચાનક ફાયર વિભાગની 42 ઓફિસરની ભરતી રદ

લાયકાતમાં છૂટછાટ સહિતના મુદ્દે મામલો કોર્ટમાં જતા તંત્રએ તમામ કાર્યવાહીને બ્રેક મારી, અરજદારોને રીફંડ પરત આપવાનો કર્યો પ્રારંભ

Advertisement

મહાનગરપાલિકામાં શાસક પક્ષ અને અધિકારી વર્ગ વચ્ચે સંકલનનો અભાવ તથા અમુક વખત ઇગોના કારણે અનેક પ્રોજેક્ટો પડતા મુકવામાં આવ્યા હોવાના બનાવો બન્યા છે. જેમાં ફરી વખત ફાયર વિભાગમાં ડિવિઝનલ ઓફિસર તથા સ્ટેશન ઓફિસર તથા સબ ફાયર ઓફિસર સહિતની 42 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવી મોટા ભાગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારે જ ગઇકાલે અચાનક તમામ ભરતી રદ કરવામાં આવી છે. તેવી જાહેરાત કરાતા અરજદારોમાં દેકારો બોલી ગયો છે. જેની સામે તંત્રએ કોર્ટ મેટર અંતર્ગત ભરતી પ્રક્રિયા રદ કરી હોવાનુ જણાવી ઉમેદવારોને રીફંડ પરત આપવા સહિતની કામગીરી આરંભી હોવાનુ જણાવ્યુ હતું.

મહાનગરપાલિકા દ્વારા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાની 42 જગ્યાઓ ભરવા માટે તા.18/1/25ના રોજ જાહેરાત કરી હતી. ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ જેમાં ડિવિઝનલ ઓફિસર તથા સ્ટેશન ઓફિસર અને સબ ફાયર ઓફિસર સહિતની 42 જગ્યા માટે અનેક અરજીઓ આવી હતી. ફોર્મ સહિતની વિગતો સાથે ઉમેદવારોએ ફિ ભરેલ અને પરીક્ષા તેમજ ઇન્ટરવ્યું આપ્યુ હતું. આથી તંત્ર દ્વારા હવે રીફંડ પરત આપવા માટેની પરત કામગીરી શરૂ કરી નવી જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ ઉમેદવારોને જણાવવામાં આવ્યુ છે.

Advertisement

મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલ 42 કર્મચારીઓની ભરતી અચાનક રદ કરાતા ઓનલાઇન અરજી કરેલ અનેક ઉમેદવારોમાં દેકારો બોલી ગયો છે. ભરતી રદ કરવાની પ્રક્રિયા મુદ્દે તંત્રએ જણાવેલ કે, ભરતી સમયે અલગ અલગ પોસ્ટ માટે જે નિયમો હતો તેમા સરકાર દ્વારા સુધારો કરી નવા નિયમનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે અમુક ઉમેદવારો દ્વારા લાયકાતમાં છુટછાટ આપવામાં આવે તે પ્રકારની રીટ કરી કોર્ટમાંથી સ્ટે લેવામાં આવેલ. આથી કોર્ટ મેટર થતા તમામ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં સરકારે સુચવેલા નવા નિયમો મુજબ નવી ભરતી માટેની તારીખ જાહેર કરવામાં આવશે.

ઉમેદવારોને ઓનલાઇન રીફંડ મેળવી લેવા અનુરોધ

મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ડિવિઝન ઓફિસરની 4 તથા સ્ટેશન ઓફિસરની 3 સબ ફાયર ઓફિસરની 35 સહિતની કુલ 42 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવ્યા બાદ તંત્ર દ્વારા અચાનક ભરતી રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને સાથોસાથ અરજી કરેલ ઉમેદવારોએ રીફંડ મેળવવા માટે મહાનગરપાલિકાની વેબસાઇટ પર પોતાની વિગતો ભરી તા.29/12/25 સુધીમાં સબમીટ કરવાની રહશે. ત્યારબાદ રીફંડ અંગેની કાર્યવાહી કરવામાં આવશે. નિયત સમય મર્યાદા બાદ રીફંડ અંગેની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહી.

Advertisement
Tags :
Advertisement
Advertisement