રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ સિવિલમાં 1 વર્ષમાં 10 લાખથી વધુ વિક્રમજનક ઓ.પી.ડી.

04:19 PM Jan 28, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

1600 બેડની હોસ્પિટલમાં 50 હજારથી વધુ સર્જરી, 1.22 લાખ લોકોને ઈન્ડોર સારવાર, 769 ડોક્ટરો, 1500નો સહાયક સ્ટાફ

સગર્ભા, જન્મજાત બાળકથી લઈ વયોવૃદ્ધ તમામ જરૂૂરિયાતમંદ લોકોના આરોગ્યના હિતાર્થે રાજ્ય સરકારનો અભિગમ હંમેશા સંવેદનશીલ રહ્યો છે. આરોગ્યલક્ષી જન સુવિધાર્થે શહેરી, ગ્રામીણ વિસ્તારમાં આધુનિક સાધન સુવિધાના વ્યાપ સાથે આરોગ્ય વિભાગ સતત કાર્યરત રહ્યો છે. જેના પૂરક રૂૂપે રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ 24ડ7 સતત કાર્યરત રહી દર્દીઓની સેવા કરી રહી છે.

રાજકોટ સિવિલ પ્રતિ વર્ષ અનેક વિક્રમો સ્થાપી રહી છે, જેમાં વર્ષ 2024માં 10 લાખથી વધુની ઓ.પી.ડી. સારવાર સાથે 1.22 લાખથી વધુ દર્દીઓને ઇન્ડોર સારવાર પુરી પાડી લાઈફ લાઈન સાબિત થઈ છે. જેમાં જરૂૂરી 50 હજારથી વધુ નાની - મોટી સર્જરી પણ સામેલ છે.

આ અંગે વિગત આપતા સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડીયાએ જણાવ્યું છે કે, રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોવાથી અહીં રાજકોટ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાના દર્દીઓ પણ સારવાર - સુશ્રુષા માટે આવતા હોય છે. અહીં 24 કલાક ઇમર્જન્સી સારવાર ઉપલબ્ધ છે. રોજની સરેરાશ 3 હજારથી વધુની ઓ.પી.ડી. સહીત વર્ષ દરમ્યાન કુલ 10 લાખ 55 હજારથી વધુની ઓ.પી.ડી. રહે છે. જેમાં દર્દીની પ્રાથમિક તપાસ અને જરૂૂરિયાત મુજબ દવા અને અન્ય સારવાર પુરી પાડવામાં આવે છે. જે પૈકી જરૂૂરિયાત મુજબ દર્દીઓને રોગની આગળની સારવાર માટે દાખલ કરવામાં આવે છે. વર્ષ 2024માં 1 લાખ 22 હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી તેમની સારવાર કરવામાં આવી છે. જેમાં વિવિધ શાખામાં થઈ મેજર 14,563 અને માઇનોર 37,705 જેટલી સર્જરી પણ સામેલ છે.

રાજકોટ સિવિલ ખાતે દર્દીની સારવાર માટે જરૂૂરી લેબોરેટરી ટેસ્ટ પણ કરી આપવામાં આવે છે. વર્ષ દરમ્યાન 35 લાખ 75 હજારથી વધુ બ્લડ, યુરીન સહિતના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 34 હજારથી વધારે એક્સ-રે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 13,144 સીટી સ્કેન અને 10,404 એમ.આર.આઈ. પણ કરવામાં આવ્યા છે. જેમાં વર્ષ દરમ્યાન 10 હજારથી વધુ પ્રસૂતા મહિલાઓની ડીલેવરી કરવામાં આવી છે.આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિવિલ ખાતે 21 હજાર થી વધુ દર્દીઓને વર્ષ 2024માં સારવારનો લાભ મળ્યો છે.

અહીં પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગ ખાતે અદ્યતન ઇન્ફ્રાસ્ટક્ચર સાથે સુપર સ્પેશિયાલિટી વિભાગ, ઓપરેશન થીએટર, ડાયાલીસીસ સહીત ઇન્ડોર સેવા પુરી પાડવામાં આવે છે.

બેડની વાત કરીએ તો, રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આઈ.સી. યુ.ની વિવિધ કેટેગરીના કુલ 205 બેડ મળીને સિવિલ ખાતે કુલ 1,118 બેડ જ્યારે મહિલા અને ચાઈલ્ડ વિભાગના 500 બેડ મળીને કુલ 1,618 બેડની ઇન્ડોર સારવારની કેપેસીટી છે. જેમાં આઈ. સી.સી.યુ 10, એસ. આઈ. સી. યુ. 10, એમ. આઈ. સી.યુ. 10, ન્યુરો આઈ.સી. યુ. 10, પી. આઈ. સી.યુ. 24 એચ. ડી.યુ. 24 27, એન. આઈ. સી.યુ. 90, ઓ.બી. આઈ. સી. યુ. એચ.ડી.યુ 10 14 મળી કુલ આઈ. સી.યુ બેડ 205નો સમાવેશ થાય છે.

સિવિલ ખાતે સ્પેશિયાલિટી ઉપલબ્ધ સેવાઓ
ઈમરજન્સી વિભાગ, મેડીસીન વિભાગ, રેડીયોલોજી વિભાગ, સર્જરી વિભાગ, ઓર્થોપેડીક વિભાગ, ગાયનેક વિભાગ, ઈ.એન.ટી વિભાગ, દાંત વિભાગ, પીડીયાટ્રીક વિભાગ, આંખ વિભાગ, ટી.બી અને ચેસ્ટ વિભાગ, સ્કીન વિભાગ, એનેસ્થેસિયોલોજી વિભાગ, આયુર્વેદિક અને હોમીયોપેથીક (ઘઙઉ), કસરત વિભાગ સુપર સ્પેશીયાલીટી સેવાઓમાં પ્લાસ્ટિક સર્જરી, યુરોલોજી, ન્યુરો સર્જરી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, પીડીયાટ્રીક સર્જરી, નેફ્રોલોજી અને ડાયાલીસીસ, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, પીડીયાટ્રીક ઓર્થોપેડીક સર્જરી, ડીસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર, ન્યુટ્રીશન રીહેબીલીટેશન સેન્ટરનો સમાવેશ થાય છે. સિવિલ ખાતે સેવારત તબીબી સ્ટાફમાં સુપર સ્પેશિયાલિસ્ટ 14, સ્પેશિયાલિસ્ટ 273, રેસિડન્ટ 482 ડોક્ટર્સ, 90 મેડિકલ ઓફિસર્સ, 733 નર્સિંગ, અન્ય સહાયક 401 સહીત 1100થી વધુ સંલગ્ન સ્ટાફ

Tags :
gujaratgujarat newsrajkotrajkot Civil Hospitalrajkot news
Advertisement
Advertisement