ભાવનગરની સર્વોત્તમ ડેરીનાં 25મા સ્થાપનાદિન નિમિત્તે દૂધ ખરીદીમાં રૂા.20નો રેકોડબ્રેક વધારો
ભાવનગરની સર્વોત્તમ ડેરી દ્વારા 24 વર્ષ પૂર્ણ કરી 25માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે ઉજવણી કરવામાં આવી છે. સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર. જોષી ના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી, સર્વોત્તમ ડેરી ના 25માં સ્થાપના દિવસે સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષ સ્થાને તા. 27/06/2025ના રોજ નિયામક મંડળની મિટિંગ મળી.
જેમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા. દૂધના ખરીદભાવ અંગે ચર્ચા થતાં 25માં સ્થાપના દિવસે સર્વોત્તમ ડેરી રજત જયંતી વર્ષ ઉજવતી હોય સર્વોત્તમ દાણના ભાવમાં એકપણ રૂૂપિયાનો વધારો કર્યા વિના તેમજ અમૂલ દૂધના વેચાણભાવમાં એકપણ રૂૂપિયાનો વધારો કર્યા વિના પશુપાલકોને સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં રેકોર્ડબ્રેક ભાવવધારાની અમૂલ્ય ભેટ આપવામાં આવી. આ ભાવવધારાથી સમગ્ર ગુજરાતમાં વધારેમાં વધારે દૂધના ખરીદભાવ આપવાનું બહુમાન સર્વોત્તમ ડેરીને મળેલ છે. સર્વોત્તમ ડેરી સાથે જોડાયેલ પશુપાલક પરિવારોનું જીવનધોરણ દૂધના વ્યવસાય થકી ઊંચું આવે તેવા શુભ આશયથી હાલ કીલોફેટે રૂૂા. 850/- ચૂકવાય રહ્યા છે તેમાં રૂૂશ. 20/-નો વધારો કરી તા. 01/07/2025 થી અમલમાં આવે તે રીતે ખરીદભાવ રૂૂ. 870/- કરવામાં આવેલ છે.
સર્વોત્તમ ડેરી હરિયાળી ક્રાંતિમાં દર વર્ષે અંદાજીત 1.25 લાખ વૃક્ષોનું રોપણ કરી પર્યાવરણ પ્રત્યે પોતાનું સંપૂર્ણ યોગદાન આપતી હોય છે જે અંતર્ગત આજરોજ સર્વોત્તમ ડેરી પરિસરમાં તેમજ સંયોજિત દૂધ મંડળીઓમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ. સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેનશ્રી તેમજ સંઘના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર તેમજ ડાયરેક્ટરઓ દ્વારા વૃક્ષારોપણકરવામાં આવેલ છે.
ભાવનગર જીલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરીના 25માં સ્થાપના દિનની ઉજવણી ખુબજ ધામધુમથી કરવામાં આવી. આમ સર્વોત્તમ ડેરી દૂધ ઉત્પાદકોને રેકોર્ડબ્રેક ભાવ આપીને તેઓની આવક દિન પ્રતિદિન વધારે થવાથી તેઓના જીવનધોરણ ઊંચા લાવવાના હરહંમેશ પ્રયાસો કરતી હોય છે.
(તસ્વીર : વિપુલ હિરાણી)