ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધો.10નું પણ રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ

12:51 PM May 08, 2025 IST | Bhumika
featuredImage featuredImage
oplus_2097152
Advertisement

બનાસકાંઠા 89.29 ટકા સાથે પ્રથમ, સૌથી નીચુ ખેડા જિલ્લાનું 72.55 ટકા, સૌથી વધુ ભોળાદ અને કાંસા કેન્દ્રનું 99.11 ટકા, અંબાવ કેન્દ્ર સૌથી તળીયે

Advertisement

28055 છાત્રોને એ-1 ગ્રેડ, વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓનું 9 ટકા વધુ રીઝલ્ટ

ગુજરાત ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી મહીનામા લેવાયેલી ધો. 10 ની પરીક્ષાનુ પરીણામ આજે જાહેર કરવામા આવ્યુ હતુ. બોર્ડ દ્વારા ધો. 10નુ 83.08 ટકા રેકોર્ડબ્રેક પરીણામ જાહેર કરવામા આવ્યુ છે જેમા સૌથી વધુ બનાસકાંઠા જીલ્લાનું 89.29 ટકા અને સૌથી નીચુ ખેડા જીલ્લાનુ 7ર.પપ ટકા પરીણામ આવ્યુ છે. જયારે ભાવનગરનાં ભોળાદ અને મહેસાણા જીલ્લાનાં કાંસા કેન્દ્રનુ 99.11 ટકા પરીણામ જાહેર થયુ છે. ખેડા જીલ્લાનુ અંબાવ કેન્દ્રનુ 29.55 ટકા સૌથી નીચુ પરીણામ આવ્યુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારતા વિધાર્થીઓ કરતા વધુ પરીણામ આવ્યુ છે. ર8055 વિધાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યો છે.

ધો. 10 મા 762485 જેટલા વિધાર્થીઓનુ રજીસ્ટ્રેશન થયુ હતુ જેમાથી 746892 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાથી 620532 વિધાર્થીઓ પાસ થતા ધો. 10 નુ 83.8 ટકા પરીણામ આવ્યુ છે. ધો. 10 મા 989 કેન્દ્રો પર પરીક્ષા લેવામા આવી હતી જેમાથી સૌથી વધુ ભોળાદ અને કાંસા કેન્દ્રનુ પરીણામ સૌથી વધુ આવ્યુ છે. બોર્ડ દ્વારા જાહેર કરવામા આવેલા પરીણામમા એ ગ્રેડમા ગત વર્ષ કરતા વિધાર્થીઓની સંખ્યામા વધારો થયો છે. જેમાં 28055 વિધાર્થીઓેએ એ ગ્રેડ મેળવ્યો છે. ઉપરાંત એ 2 મા 86459, બી 1 મા 124274, બી 2 મા 15284, સી 1 મા 145444, સી ર મા 78137, ડી મા 6066, ઇ 1 મા 13 વિધાર્થીઓ પાસ થયા છે.

ધો. 10 મા ભાષામા પરીણામમા સૌથી વધુ ઇંગ્લીશનુ આવ્યુ છે. ઇંગ્લીશ વિષયમા 99.પ8 ટકા વિધાર્થીઓ પાસ થયા છે. તો ગુજરાતીમા 81.79 ટકા, હિન્દીમા 76.47 ટકા, મરાઠીમા 77.61 ટકા, ઉર્દુમા 80.99 ટકા, ઓરીયામા 88.ર8 ટકા, વિષય મુજબ ગુજરાતીમા 91.ર9 ટકા, હિન્દીમા 93.38 ટકા, ઇંગ્લીશમા 97.26 ટકા, સોશ્યલ સાયન્સમા 93.78 ટકા, વિજ્ઞાનમા 87.84 ટકા, સ્ટાર્ન્ડડ મેથ્સમા 99.35 ટકા, બેઇઝીક મેથ્સમા 83.47 ટકા, સંસ્કૃતમા 97.06 ટકા પરીણામ જાહેર થયુ છે.

ધો. 10 નુ પરીણામ અત્યાર સુધીનુ સૌથી હાઇએસ્ટ જાહેર કરવામા આવ્યુ છે. પરીણામની ટકાવારી સતત વધી રહી છે અને વિધાર્થીઓ પણ ઉંચી ટકાવારી સાથે પાસ થઇ રહયા છે. આજે પરીણામ જાહેર થતા રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરની શાળાઓમા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. શાળાઓનાં પટાંગણમા ફટાકડાઓ ફોડી પાસ થયેલા વિધાર્થીઓનુ મોઢા મીઠા કરાવી હાર તોરા કરવામા આવ્યા હતા. અને ડીજેનાં તાલે રાસ - ગરબા રમીને ઉજવણી કરવામા આવી હતી. બોર્ડમા ટોપમા આવેલા વિધાર્થીઓની આંખો છલકાતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. પાસ થયેલા વિધાર્થીઓએ પોતાની મહેનતનો સફળતાનો શ્રેય માતા - પિતા અને શાળાનાં શિક્ષકોને આપ્યો હતો.

સૌરાષ્ટ્રનું જિલ્લાવાર પરિણામ
અમરેલી 77.77 ટકા
ભાવનગર 85.17 ટકા
બોટાદ 87.71 ટકા
દેવભુમિ દ્વારકા 83.48 ટકા
ગીર સોમનાથ 81.21 ટકા
જામનગર 85.55 ટકા
જુનાગઢ 81.80 ટકા
મોરબી 88.78 ટકા
પોરબંદર 80.42 ટકા
રાજકોટ 87.19 ટકા
સુરેન્દ્રનગર 85.63 ટકા
કચ્છ 86.40 ટકા

100 ટકા પરિણામ ધરાવતી શાળામાં વધારો
ધો. 10 મા વિધાર્થીઓ સતત સારુ પરીણામ લાવી રહયા છે. તેમજ શિક્ષણનાં સ્તરમા સુધારો થતા પરીણામ ઉંચા આવી રહયા છે. આજે જાહેર થયેલા પરીણામમા 1પ74 શાળાઓનુ 100 ટકા પરીણામ આવ્યુ છે. જે ગત વર્ષે 1389 શાળા હતી. જયારે 30 ટકાથી ઓછુ પરીણામ ધરાવતી શાળાઓ ગત વર્ષે ર64 હતી જેમા ઘટાડો થયો છે અને હાલ માત્ર 201 શાળાનુ પરીણામ જ 30 ટકા આવ્યુ છે. જયારે 0 ટકા પરીણામમા ગત વર્ષે 70 શાળાઓ હતી જેમા પણ ઘટાડો થતા આ વર્ષે માત્ર 4પ શાળાઓનુ પરીણામ શુન્ય આવ્યુ છે.

Tags :
10 th resultBoard Examboard exam resultgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement