યાર્ડમાં મેથીની રેકોર્ડબ્રેક 2.10 લાખ મણ આવક
રવિ સિઝનની શરૂઆત થતાં યાર્ડમાં વિવિધ જણસીઓની આવક થઈ રહી છે. છેલ્લા પખવાડિયામાં લાખો મણ જણસી ઠલવાઈ છે. ાજે મેથીની રેકોર્ડબ3ેક 2.10 લાખ મણ આવક થઈ હતી. વિવિધ જણસીની આવકથી યાડ4 છલકાયું હતું અને પટાંગણમાં ઢગલા થયા હતાં.
રાજકોટ યાર્ડમાં ધુળેટી બાદ જણસીની આવક ડબલ થઈ છે. આજે 1200થી વધુ વાહનોની લાંબી લાઈન યાડ4 બહાર લાગી હતી. તમામને ટોકન આપી અને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ખુલ્લા બજારમાં ભાવ સારો મળતા ખેડુતો યાર્ડતરફ વળ્યા છે. આજેયાર્ડમાં ધાણા, મેતી, કલોંજી, રાજમાં સહિતની પુષ્કળ આવક થઈ હતી.
યાર્ડમાં મેથીની 2.10 લાખ મણ, ધાણાની 84,000 મણ, તુવેરની 5250 મણ, કપાસની 9500 મણ, એરંડાની 7000 મણ, કલોજીની 4500 મણ, સુકા મરચાની 4000 મણ, વટાણાની 8000 મણ, રાજમાની 4125 મણ અને વરિયાળીની 6000 મણ આવક થઈ હતી. અત્યાર સુધીમાં આજે મેથીની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે.
યાર્ડમાં ઢગલા મોઢે જણસી આવતા યાર્ડના સતાધીશો દ્વારા જણસી ભરેલી વાહનોને યાર્ડમાં ક્રમશવાર પ્રવેશ આપી ઉતરાઈ કરવામાં આવી હતી. આ વેળો યાર્ડના ચેરમેન જયેશ બોઘરા સહિતના સતાધીશો હાજર રહી અને વ્યવસ્થા કરાવી હતી.