For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેકોર્ડ બ્રેક: ધો.12 સાયન્સનું 83.51% અને સામાન્ય પ્રવાહનું 93.07% પરિણામ

11:17 AM May 05, 2025 IST | Bhumika
રેકોર્ડ બ્રેક  ધો 12 સાયન્સનું 83 51  અને સામાન્ય પ્રવાહનું 93 07  પરિણામ

ફરી મોરબી જિલ્લો સાયન્સમાં મોખરે જયારે સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લો તળિયે

Advertisement

સાયન્સમાં 831 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો. 12 ઉચ્ચતર માધ્યમિક પરિક્ષામાં વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉચ્ચતર ઉત્તરબુનિયાદી પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા જયારે સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર કરાયું છે. ગયા વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા, સામાન્ય પ્રવાહનું 91.93 ટકા જેટલું અત્યાર સુધીનું સૌથી ઉંચુ પરિણામ જાહેર કરાયું હતું. વિજ્ઞાન પ્રવાહમાં ગત વર્ષ કરતા 1 ટકા વધુ જયારે સામાન્ય પ્રવાહમાં ગત વર્ષ કરતા 1.14 ટકા જેટલું વધુ પરિણામ જાહેર કરાયું છે.

Advertisement

બોર્ડ દ્વારા આજે જાહેર કરેલા પરિણામો મુજબ 152 કેન્દ્ર પર 110395 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી નિયમીત ઉમેદવારોની સંખ્યા 1,00,575 હતી. જે પૈકી 83.51 ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા કુલ 83987 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. રાજયમાં સૌથી વધુ વિજ્ઞાન પ્રવાહમાં ગોંડલ કેન્દ્રના વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હતા. ગોંડલ કેન્દ્રનું પરીણામ 96.60 ટકા જાહેર કરવામાં આવ્યું હતું. રાજયમાં કુલ 194 શાળાઓમાં સો ટકા પરિણામ વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયું હતું. એ ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 91.90 ટકા જયારે બી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 78.74 ટકા નોંધાયું હતું. સાયન્સમાં 831 વિદ્યાર્થીઓએ અ1 ગ્રેડ મેળવ્યો હતો.

આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે માર્ચ 2025માં ધો. 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરિક્ષાઓ યોજાઈ હતી જેમાં સામાન્ય પ્રવાહમાં 362506 ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતાં જેની સામે 337387 ઉમેદવારો પાસ થયા હતાં.

વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ મોરબી જિલ્લાનું નોંધાયું હતુ. મોરબી જિલ્લાનું 92.91 ટકા પરિણામ નોંધાતા સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમે રહ્યો હતો. વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું નોંધાયું હતું. દાહોદ જિલ્લામાં માત્ર 59.15 ટકા પરિણામ જ નોંધવામાં આવ્યું હતું. સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમનું 93.97 ટકા પરિણામ નોંધાયું હતું.

ગોંડલ કેન્દ્ર વિજ્ઞાન પ્રવાહમાં રાજયભરમાં પ્રથમ ક્રમાંકે

આજે જાહેર કરાયેલા વિજ્ઞાન પ્રવાહમાં પરિણામમાં સૌરાષ્ટ્રએ ફરી વખત બાજી મારી છે. રાજયમાં સૌથી વધુ પરિણામ મેળવતો જિલ્લો મોરબી નોંધાયો છે. મોરબી જિલ્લાનું પરિણામ 92.91 ટકા નોંધાયું હતું. જયારે ગોંડલ કેન્દ્રનું પરિણામ 96.60 ટકા નોંધાયું હતું. ગોંડલ કેન્દ્ર રાજયભરમાં પ્રથમ ક્રમે રહ્યું હતું. આ ઉપરાંત ધોરાજી કેન્દ્રનું પરિણામ પણ 96.06 ટકા નોંધાયું હતુ.

Advertisement
Tags :
Advertisement
Advertisement