ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભરતી પ્રક્રિયા ઝડપી, પારદર્શી, ટેકનોલોજી યુક્ત કરવા ભલામણ

05:19 PM Dec 03, 2025 IST | Bhumika
Advertisement

ભરતી પ્રક્રિયાની નિયત મર્યાદા સાથે 10 વર્ષનું ભરતી કેલેન્ડર બનાવો, કોમન સેન્ટ્રલ ટેસ્ટનું પણ સુચન

Advertisement

ગુજરાત વહીવટી સુધારણા પંચનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રીને સોંપાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાઓને યોગ્ય તકો અને રોજગાર અવસરો આપીને તેમની અસીમશક્તિને વિકસિત રાષ્ટ્ર - વિકસિત રાજ્યના નિર્માણમાં જોડવાના આપેલા વિચારને રાજ્યમાં સાકાર કરવાનો અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે. આ હેતુસર તેમણે રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂૂરી ફેરફારો માટે મુખ્યમંત્રી ના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચGARCની રચના કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ વહીવટી સુધારણા પંચ-GARCનો છઠ્ઠો ભલામણ અહેવાલ પંચના અધ્યક્ષ ડો. હસમુખ અઢિયાએ બુધવારે ગાંધીનગરમાં સુપ્રત કર્યો હતો.GARCએ અત્યાર સુધીમાં રાજ્ય સરકારને પાંચ ભલામણ અહેવાલો સોંપ્યા છે.

મુખ્યમંત્રી ને બુધવારે સુપ્રત કરવામાં આવેલા છઠ્ઠા અહેવાલમાં રાજ્યમાં ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શી, ટેકનોલોજી યુક્ત અને યુવા કેન્દ્રિત બનાવવાની નવ જેટલી ભલામણો કરવામાં આવેલી છે.

1. ભરતી પ્રક્રિયા પૂરી કરવા માટેની નિશ્ચિત ટાઇમલાઇન
જે ભરતી પ્રક્રિયામાં ત્રણ સ્ટેજ હોય તે 9 થી 12 મહિનામાં અને જેમાં બે સ્ટેજ હોય તે પ્રક્રિયા 6 થી 9 મહિનામાં પૂરી કરવાની તથા ભવિષ્યમાં આ સમયગાળાથી પણ ઓછા સમયમાં ભરતી પ્રક્રિયા પૂરી થાય તે મુજબની ભલામણ કરવામાં આવી છે.

2. સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)
સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતી વિવિધ કેડરો માટે સંયુક્ત પ્રિલિમ્સ તથા વિષયવાર મેઈન્સ પરીક્ષા યોજીને ભરતી પ્રક્રિયામાં એકરૂૂપતા લાવવા અને તેનાથી સમાન પ્રકારની કેડર માટે અલગ-અલગ પરીક્ષા પાછળ થતા વહીવટી અને નાણાંકીય ખર્ચમાં ઘણો ઘટાડો કરીને ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઇ શકે તેમ અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે.

3. દર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો
દર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો નક્કી કરીને તમામ વિભાગો દ્વારા ઓનલાઇન માંગણાપત્રક સબમિટ કરવાની વ્યવસ્થા સાથે ભરતી નિયમો, પરીક્ષા નિયમો તેમજ ટ્રેનિંગ નિયમો માટે એક કેન્દ્રિય સેલની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે. આના પરિણામે, ભરતી પ્રક્રીયા માટે જરૂૂરી નિયમો ખૂબ ઝડપથી આખરી થઇ શકશે અને ભરતી પ્રક્રિયા ઝડપી બનશે તેમ આ છઠ્ઠા ભલામણ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

4. સંપૂર્ણ ડિજિટલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન
હાલ થતી મેન્યુઅલ ચકાસણીને બદલે સંપૂર્ણપણે ડિજિટલ દસ્તાવેજ ચકાસણી તથા ડિજી-લોકરની જેમ જ API-લિંક્ડ ડેટાબેઝ અને યુનિક ઉમેદવાર ડોક્યુમેન્ટ રજિસ્ટ્રીની રચનાથી ભરતી કરતી સંસ્થા અને સરકારી વિભાગો વચ્ચે ઉમેદવારોના દસ્તાવેજો સરળતાથી મોકલી શકાશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ ખૂબ અસરકારક બનશે તેમ આ અહેવાલમાં સૂચવવામાં આવ્યુ છે.

5. કેન્ડિડેટ ફ્રેન્ડલી - એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ
ઉમેદવાર આધારિત યુનિક ID પર એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ, જેમાં અરજીથી લઈને નિમણૂક સુધીની સંપૂર્ણ પ્રક્રિયા ટ્રેક કરી શકાય તેવી વ્યવસ્થા સાથે જિલ્લાવાર પોસ્ટિંગ માટે ડિજિટલ માધ્યમથી જિલ્લા પસંદગીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી ભલામણ પણGARCના આ અહેવાલમાં થઈ છે.

6. રિક્વિઝિશનથી નિમણૂક સુધી સંપૂર્ણ ડિજિટલ વર્કફ્લો
એકીકૃત ડિજિટલ પોર્ટલ દ્વારા તમામ સ્ટેકહોલ્ડર્સ (વિભાગો એજન્સીઓઉમેદવારો) વચ્ચે માહિતીની આપ-લે શક્ય બનશે અને ઉમેદવારોએ એક જ પ્રકારના દસ્તાવેજો વારેઘડિયે અલગ અલગ ભરતી સંસ્થાઓ સમક્ષ રજૂ કરવાની જરૂૂરિયાત ન રહે તેવી વ્યવસ્થાથી ઇઝ ઓફ ડૂંઇગ બિઝનેસના અભિગમ સાથે એકરૂૂપતાની ભલામણ કરવામાં આવેલી છે.

7. ભરતી એજન્સીઓની ક્ષમતામાં વધારો અને પુનર્ગઠન
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની વિવિધ તબીબી તજજ્ઞોની ભરતી માટે નવા મેડિકલ સર્વિસીસ રિક્રુટમેન્ટ બોર્ડ (MSRB)ની રચના કરવાની તેમજ GSSSB, GPSSB અને GPRBને ગુજરાત જાહેર સેવા આયોગની સમકક્ષ જરૂૂરી વહીવટી અને આર્થિક સ્વાયત્તતા આપવાની ભલામણ આ અહેવાલમાં થઈ છે.

8. Computer-Based પરીક્ષાઓનો વ્યાપક ઉપયોગ
રાજ્યમાં શક્ય તેટલી પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત (Computer Based) લેવામાં આવે અને આવી પરીક્ષાની અસરકારક દેખરેખ માટે દરેક ભરતી એજન્સીમાં એક અલગ એક્ઝામ મોનિટરીંગ યુનિટ (EMU)ની સ્થાપના કરવામાં આવે તેવુ પણ સૂચવવામાં આવેલું છે.

9. 10 વર્ષનું ભરતી કેલેન્ડર
દરેક વિભાગ માટે ભવિષ્યની જરૂૂરિયાતો આધારિત 10 વર્ષના ભરતી કેલેન્ડરની સમીક્ષા હાથ ધરીને ખૂબ જ અગત્યતી ઇમરજન્સી સર્વિસ તેમજ ક્રિટિકલ કેડરની ઓળખ કરીને શક્ય તેટલી ઝડપથી ભરતી કરવાની ભલામણGARCએ કરી છે.

મુખ્યમંત્રી નેGARCનો આ છઠ્ઠો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો તે અવસરે મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રી ના સલાહકાર એસ. એસ. રાઠૌર, મુખ્યમંત્રી ના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, વહિવટી સુધારણા પ્રભાગના અગ્ર સચિવ હારિત શુક્લા તથા મુખ્યમંત્રી ના સચિવ ડો. વિક્રાંત પાંડે અનેGARCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. GARCના છઠ્ઠા અહેવાલની આ ભલામણોGARCની વેબસાઇટ https://garcguj.in/resources ઉપર અપલોડ કરવામાં આવેલી છે.

છઠ્ઠા અહેવાલની મુખ્ય ભલામણો
ભરતી પ્રક્રિયા પૂરી કરવા માટે નિશ્ચિત સમય મર્યાદા
સંયુક્ત ભરતી અને કોમન સેન્ટ્રલ ટેસ્ટ (CET)
દર બે વર્ષે નિશ્ચિત રિક્વીઝેશન વિન્ડો
સંપૂર્ણ ડિજિટલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન
કેન્ડિડેટ ફ્રેન્ડલી - એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ
રિક્વિઝનથી નિમણૂક સુધી સંપૂર્ણ ડીજીટલ વર્કફ્લો
ભરતી એજન્સીઓની ક્ષમતામાં વધારો - પુનર્ગઠન
કોમ્પ્યુટર બેઝ્ડ પરીક્ષાઓનો વ્યાપક ઉપયોગ
10 વર્ષનું ભરતી કેલેન્ડર

Tags :
gujaratgujarat newsindiaindia newsrecruitment process
Advertisement
Next Article
Advertisement