For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોલીસને અપાતી RTI છૂટછાટ સમાપ્ત કરવા ભલામણ

01:55 PM Jun 09, 2025 IST | Bhumika
પોલીસને અપાતી rti છૂટછાટ સમાપ્ત કરવા ભલામણ

Advertisement

ગુપ્તતાના બહાને અરજદારોને માહિતીથી વંચિત રખાતા હોવાથી આયોગ નારાજ

ગુજરાતમાં સાયબર ક્રાંઇમને લગતી ફરિયાદો બાબતે આરટીઆઇ હેઠળ માંગવામાં આવતી માહિતી હવે અજરદારોને મળી શકશે, સંવેદનશીલ તપાસ અને ગુપ્તતાના નામે પોલીસ દ્વારા જે વિગતો આપવાની મનાઇ કરવામાં આવતી હતી તે હવે અરજદાર કે ફરિયાદીને આયોગે માટે માહિતી આપોને ભલામણ કરી છે.
તાજેતરમાં, ગુજરાત રાજ્ય માહિતી આયોગે સાયબર ક્રાઈમના કેસોમાં RTI (માહિતી અધિકાર અધિનિયમ) ની છૂટછાટ અંગે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.CID (ક્રાઈમ) અને અન્ય પોલીસ એકમોને RTI છૂટછાટ સમાપ્ત કરવાની ભલામણ કરી છે. ગુજરાત રાજ્ય માહિતી આયોગે (CID ) (Crime) અને Local Crime Branches (LCB) સહિતના અન્ય ક્રાઈમ બ્રાન્ચને સાયબર છેતરપિંડીના કેસોમાં 2005 થી મળતી RTI છૂટછાટને રદ કરવાની ભલામણ રાજ્ય સરકારને કરી છે.

Advertisement

આયોગે સ્પષ્ટ કર્યું છે કે સાયબર છેતરપિંડીના પીડિતોને તેમની ફરિયાદની સ્થિતિ, તપાસમાં થયેલી પ્રગતિ અને નાણાંની વસૂલાત અંગેની માહિતી મેળવવાનો અધિકાર છે.ગુપ્તતાના બહાને તેમને આ માહિતીથી વંચિત રાખવા એ અયોગ્ય છે.આદેશમાં જણાવાયું છે કે RTI એક્ટ 2005 ની કલમ 24, જે સંવેદનશીલ તપાસ કરતી એજન્સીઓને છૂટછાટ આપે છે, તેનો દુરુપયોગ નિયમિત સાયબર ક્રાઈમ કેસોમાં માહિતી રોકવા માટે ન થવો જોઈએ.

આયોગે રાજ્ય સરકારને 2005 ના નોટિફિકેશનમાં સુધારો કરવા અને CID ઈશિળય, કઈઇત અને અન્ય ગુનાહિત શાખાઓમાંથી સાયબર છેતરપિંડી ડેટા માટેની છૂટછાટોને ખાસ કરીને પાછી ખેંચી લેવા વિનંતી કરી છે. કમિશને CID ને આદેશ આપ્યો છે કે રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશનમાં સુધારો કર્યાના 5 દિવસની અંદર અરજદારને વિનંતી કરેલી માહિતી પૂરી પાડવામાં આવે.

આ આદેશ રાકેશ કુમાર પ્રજાપતિ નામના ગાંધીનગર નિવાસી દ્વારા દાખલ કરાયેલી અરજીના સંદર્ભમાં આવ્યો છે, જેમણે સાયબર છેતરપિંડીમાં 4.5 લાખ રૂૂપિયા ગુમાવ્યા હતા અને RTI હેઠળ ઋઈંછ ની નકલ અને સંબંધિત દસ્તાવેજો માંગ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement