મોરબીમાં બધે મંદી, માત્ર જુગારમાં તેજી!
હાલ મોરબી મા મંદી ના માહોલ વચ્ચે ફકત ઇવેન્ટ (જુગાર) મા જ તેજી છે , જેમાં મોરબીના હજારો યુવાનો ગોવા નેપાળ અન્ય જગ્યા એ ઇવેન્ટ માં જિંદગી બરબાદ કરે છે. આ ઇવેન્ટમા ના રવાડે ચડેલા તમામ યુવાનો 20 થી 25 વર્ષની કાચી ઉંમર ના છે જેમાં મા-બાપ ને ધંધા નું બહાનું બતાવી ગોવા નેપાળ જેવી ક્લબો મા જુગાર રમે છે.
આ ઇવેન્ટ નું આયોજન કરનાર હાલ પોતાના ઘર ભરી રહ્યા છે જે બાબતનો મુદ્દો મોરબીમાં ટોક ઓફ ટાઉન છે, આ જુગારમાં યુવાનોને લઈ જઈ ક્લબો બુક કરી જુગાર રમાડવામાં આવે છે જેમાં તગડું ઉઘરાણું કરવામા આવે છે, તથા ફાઈવ સ્ટાર ક્લબમાં શરાબ અને શબાબ સુધીની સુવિધાઓ આપવમાં આવે છે.
જો કોઈ યુવાન આ ઇવેન્ટ (જુગાર)માં ફસાઈ જાય તો જેને ઉઘરાણા માટે ધમકીઓ આપવમા આવે છે અને એવી ડીલ કરવામાં આવે કે તારું દેણું કપાઈ જશે તું ચાર પાંચ યુવાનોને તૈયાર કર, યુવાનોની જીંદગી નર્કાગાર કરનાર વીઆઇપી નંબર વાળી મોંઘી ગાડીઓ અને બંગલાવાળી લાઈફ જીવે છે જે જાહોજલાલી કુમળા યુવાનોને આકર્ષવા માટે હોઈ છે આ ઇવેન્ટમાં ફકત ઓર્ગેનાઈઝર (રમાડવા વાળા) જ જીતે છે.
આ ઓર્ગેનાઈઝર જુગાર નું ઉઘરાણા માટે પાર્ટનર માં કેટલાક પોલીસ પણ રાખે છે જે ઉઘરાણા માં પડદા પાછળ ની ભૂમિકા ભજવે છે.મોરબીમા ચાલી રહેલ વ્યાજચક્ર આપઘાત, અને હનીટ્રેપના બનાવો ક્યાંકને ક્યાંક આ ઇવેન્ટ ની બાય પ્રોડક્ટ છે. માં બાપ પણ સમાજમાં બદનામીના ડરના કારણે ઇવેન્ટની ઉઘરાણામા જમીન મકાન જેવી મિલકતો પાણી ના ભાવે આપી દે છે.