ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રિયલ એસ્ટેટમાં દિવાળી બાદ થોડી તેજી દેખાઈ, દસ્તાવેજ નોંધણીમાં વધારો

05:16 PM Dec 02, 2025 IST | Bhumika
Advertisement

શહેર-જિલ્લામાં ઓક્ટોબર કરતા નવેમ્બર મહિનામાં 980 દસ્તાવેજ વધુ નોંધાયા, આવકમાં રૂ.1.78 કરોડનો વધારો

Advertisement

રાજકોટ જિલ્લામાં રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સામે આવેલા નવેમ્બર મહિનાના સબ-રજિસ્ટ્રાર કચેરીના આંકડાઓ મુજબ, જિલ્લામાં દસ્તાવેજ નોંધણીની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. રાજકોટ જિલ્લામાં એક જ મહિનામાં દસ્તાવેજ નોંધણી થકી સરકારની તિજોરીમાં રૂૂ. 63.67 કરોડથી વધુની માતબર આવક જમા થઈ છે. ઓકટોબર મહિનામાં 10868 દસ્તાવેજ નોંધાયા હતા જયારે નવેમ્બર મહિનામાં 11848 દસ્તાવેજ નોંધાયા છે.

નવેમ્બર માસ દરમિયાન રાજકોટ જિલ્લાની વિવિધ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં કુલ 11,848 દસ્તાવેજો નોંધાયા હતા. આ દસ્તાવેજોની નોંધણી પેટે કુલ રૂૂ. 9.12 કરોડની ફી વસૂલવામાં આવી છે, જ્યારે સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂૂ. 54.55 કરોડની જંગી આવક થઈ છે. આમ, કુલ મળીને સરકારને રૂૂ. 63,67,87,032 (63.67 કરોડ) ની આવક થઈ છે.

આ ઉપરાંત જિલ્લાની અન્ય મુખ્ય કચેરીઓની સ્થિતિ જોઈએ તો જ.છ.ઘ રાજકોટ-6 (માવડી)માં 1134 દસ્તાવેજો સાથે રૂૂ. 6.80 કરોડની આવક થઇ છે જયારે S.R.O.ગોંડલમાં 1140 દસ્તાવેજોની નોંધણી સાથે રૂૂ. 5.52 કરોડની આવક નોંધાઈ છે. S.R.O. લોધિકામાં 808 દસ્તાવેજો સાથે રૂૂ. 4.91 કરોડની આવક થઇ હતી.સૌથી ઓછી આવક વિંછીયા સેન્ટરમાં નોંધાઈ છે, જ્યાં માત્ર 57 દસ્તાવેજો નોંધાયા હતા અને કુલ આવક રૂૂ. 9.23 લાખ થઈ હતી. રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રોપર્ટીની ખરીદ-વેચાણ પ્રક્રિયા વેગવંતી બની છે.

આવકમાં ‘મવા’ અને દસ્તાવેજોમાં ‘મોરબી રોડ’ મોખરે
ઝોન વાઈઝ આંકડાઓ પર નજર કરીએ તો, આવકની દ્રષ્ટિએ S.R.O -રાજકોટ-5 (મવા) સૌથી આગળ રહ્યું છે. મવા કચેરીમાં કુલ 686 દસ્તાવેજો નોંધાયા હતા, જેના થકી રૂૂ. 8.07 કરોડની કુલ આવક થઈ છે. બીજી તરફ, દસ્તાવેજોની સંખ્યાની દ્રષ્ટિએ જ.છ.ઘ રાજકોટ-2 (મોરબી રોડ) માં સૌથી વધુ ધસારો જોવા મળ્યો હતો. અહીં નવેમ્બર માસમાં સૌથી વધુ 1546 દસ્તાવેજો નોંધાયા હતા અને તેના થકી રૂૂ. 7.48 કરોડની આવક થઈ છે.

 

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsreal estate sector
Advertisement
Next Article
Advertisement