રાજકોટના નવા લોજિસ્ટિક પાર્ક માટે REA-GIDBની મીટિંગ
ગુજરાત ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ બોર્ડ (G.I.D.B)અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય રમેશભાઈ ટીલળાના અધ્યક્ષ સ્થાને પીએમ ગતિશક્તિ અને વિકસિત ગુજરાત 2047 ની યોજના ના ભાગરૂૂપે રાજકોટનાં લોજિસ્ટિક પાર્કનાં પ્લાન માટે એક મીટીંગનું આયોજન રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશનનાં કોન્ફરન્સ હોલમાં કરવામાં આવેલ હતું.
આ મીટીંગમાંG.I.D.B ના નિયુક્ત ક્ધસલ્ટન્ટ દ્વારા રાજકોટમાં લોજિસ્ટિક પાર્કની રૂૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી હતી. તથા આ મિટિંગમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ લોજિસ્ટિક માટેની જરૂૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઇ-વે થી કનેક્ટિવિટી બાબતે સૂચન કરેલ તેમજ ધારાસભ્ય દ્વારા ગુજરાત સરકાર અને તેમના દ્વારા જોઈતી જે કંઈ પણ મદદની જરૂૂર પડે તેના માટે હંમેશા સાથે રહીને આ લોજિસ્ટિક પાર્ક જલ્દીથી આધુનિક ઢબે બને અને રાજકોટના. ઉદ્યોગોને વેગવંતો બનાવવાશે એ બાબતે જરૂૂરી સુચન કરેલ. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાંચાણી દ્વારા આ બાબતે જ્યારે પણ જરૂૂરિયાત હોય ત્યારે એસોસિયેશનની તૈયારી બતાવેલ, સાથે સાથે આ મિટિંગમાં રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશનના ડાયરેક્ટર પીયુષભાઈ પરસાણા તેમજ વિવિધ એસોસિયેશનનાં હોદ્દેદારો તથા રેલ્વે ડિવિઝનના અધિકારી પણ જોડાયેલ હતા. એમ રાજકોટ એન્જીનીયરીંગ એસો.ની યાદીમાં જણાવાયું છે.