For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કરેલી જગ્યામાં ફરી વધારો

12:05 PM Feb 06, 2024 IST | Bhumika
ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કરેલી જગ્યામાં ફરી વધારો

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવાર ખુબ સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે ભૂપેન્દ્ર પટેલ સરકારે ઓફિસ આસિસ્ટન્ટની 12 જગ્યા અને જુનિયર કર્લાકની 340 જગ્યા મળીને કુલ 352 જગ્યાનો વધારો કરાયો છે. હવે ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીમાં કુલ જગ્યાઓ 5545 થઇ છે.

Advertisement

નોંધનીય છે કે જે ઉમેદવારોએ ઓનલાઇન એપ્લિકેશન ક્ધફર્મ કરેલી છે તેઓને પરીક્ષા ફી ભરવા માટે વધુ બે દિવસની છૂટછાટ આપવામાં આવી છે.જે ઉમેદવારોની ઓનલાઇન એપ્લિકેશન ક્ધફર્મ થયેલી છે તે ઉમેદવારો તારીખ 6 ફેબ્રુઆરી અને 7 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઇન પેમેન્ટ કરી શકશે. જે ઉમેદવારને ફી ભરવામાં મુશ્કેલી જણાતી હોય તો તેઓ મંડળમાં ફોન કરીને અથવા રૂબરૂમાં આવીને માર્ગદર્શન મેળવી શકશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 ગ્રુપ- અ અને ઇની જગ્યામાં વધારો કરવામાં આવ્યા છે. ગૌણ પસંદગી બોર્ડ દ્વારા તા. 03 જાન્યુઆરી 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સિનિયર ક્લાર્ક સંવર્ગની કુલ 532 જગ્યાઓ પૈકી કમાંક-8 સામેની કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી (ઈંઈઉજ)ની કુલ 1 જગ્યા બિનઅનામત તરીકે દર્શાવેલ છે જે બિનઅનામત મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવશે.ફરી એકવાર જગ્યાઓ વધારવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement