બાઇકની PH સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરો માટે રિ-ઓક્શન યોજાશે
રાજકોટ આરટીઓ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ
મોટર સાયકલ પ્રકારના વાહનો માટે GJ 03 PH સિરીઝના ગોલ્ડન,સિલ્વર નંબરો માટે રી-ઓક્શન યોજાશે. રી-ઓક્શન તા.30/08/2025થી શરૂૂ કરવામાં આવનાર છે. આ પ્રકારના ગોલ્ડન કે સિલ્વર નંબરો મેળવવા ઇચ્છતા વાહન માલિકો http://parivahan.gov.in/fancy પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી રી-ઓકશનમા ભાગ લઈ શકશે.
ગોલ્ડન, સિલ્વર નંબરો મેળવવા માટે તા.30/08/2025 સાંજે 4:00 કલાકથી તા.02/09/2025 સાંજે 04 કલાક સુધીમા ઓનલાઇન એપ્લિકેશન કરાવાની રહેશે. તા.02/09/2025 સાંજના 04.1 કલાકથી તા. 04/09/2025ના સાંજના 04:00 કલાક સુધી ઓનલાઇન બિડીંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. 04/09/2025ના રોજ સાંજે 04:15 ના રોજ પરિણામ ઓનલાઇન જાહેર થશે.
અરજદારોએ પ્રક્રિયા તેમજ સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે. અરજદારે fancy number booking વેબસાઇટ પર જવુ. વેબસાઇટમાં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ રફક્ષભુ ક્ષીળબયિ બજ્ઞજ્ઞસશક્ષલ પર ક્લિક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ભરવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલે કે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાં નંબર મેળવ્યા બાદ પાંચ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ કચેરીએથી એપ્રૂઅલ લઈ નંબર મેળવવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.