RDC બેંકના કર્મીએ ફેસબુકમાં આવેલી 20 દીવસ હોટેલ-રિસોર્ટ બુકિંગના નામે 47 હજાર ગુમાવ્યા
રાજકોટમાં આરડીસી બેંક કર્મી સાથે એશિયામાં હોટલ બુકીંગના નામે રૂૂ.47 હજારની છેતરપીંડી થતાં એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.ફેસબુકમાં આવેલ ટ્રોપિકેન રિસોર્ટની એડમાં ક્લીક કરતાં જ બેંક કર્મી ફ્રોડનો ભોગ બન્યા હતાં.વધુ વિગતો મુજબ,150 ફૂટ રીંગરોડ પર બીગબજારની પાછળ જગન્નાથ પ્લોટ શેરી નં-02 દિનેશભાઈ ભવાનભાઈ લોખીલ (ઉ.વ.47) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સુરતના તારા મેડમ અને પ્રકાશ પટેલનું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ફરિયાદીએ જણાવ્યું હતું કે,તેઓ બસ-સ્ટેન્ડ પાછળ રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંકમાં 20 વર્ષથી નોકરી કરે છે. ગઇ તા.16/08/2023 ના તેઓએ ફેસબુકમા ટ્રોપિકન અ રિસોર્ટની એડ હતી જેમાં 19 નાઇટ અને 20 દિવસ સુધી એશીયાની પ સ્ટાર કેટેગરીની હોટલ કે રીસોર્ટ સુવિધા હોવાની જાહેરાત હતી.
જેથી તેઓએ એડ ઉપર કલીક કરતા તુંરત જ ફોન આવેલ અને જણાવેલ કે, હું તારા મેડમ સુરતથી બોલુ છું અને જણાવેલ કે, તમને ત્રણ વ્યક્તિ માટે 19 નાઇટ અને 20 દીવસનું ફાઈવ સ્ટાર કેટગરીની હોટલમાં ઓલ અવર એશીયામાં પેકેજ આપવામાં આવે છે અને આ તમારા માટે જ સ્કીમ છે, તે ત્રણ વર્ષ માટે છે. તેના અત્યારે તમારે રૂૂ.47 હજાર ભરવા પડશે તેમ વાત કરી વિશ્વાસમાં લેતાં તેમને હા પાડેલ અને ગઈ તા.16/08/2023 ના ટ્રોપિકાના કલબ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના એકાઉન્ટમાં આરટીજીએસ દ્વારા રૂૂ.47 હજાર ટ્રાન્સફર કરી આપેલ હતા. ત્યારબાદ મોબાઇલમાં થોડીવાર બાદ મેમ્બરશીપ આપેલનો મેસેજ આવેલ હતો. બે મહીના બાદ તેઓએ સુરતના તારા મેડમને ફોન કરી બુકીંગ માંગેલ તો બુકીંગ આપેલ નહી. થોડા દીવસ બાદ તારા મેડમને ફોન કરતા તેને માલીક પ્રકાશ પટેલનો મોબાઇલ આપેલ હતો. તેઓને ફોન કરતા કહેલ કે, તમને પેમેન્ટ રીફંડ રૂૂ.47 હજાર પરત મળી જશે. ત્યારબાદ અવારનવાર પ્રકાશ પટેલને ફોન કરતા ફોન રીસીવ કરવાનુ બંધ કરી દીધેલ હતું.જેથી બંને શખ્સોએ ઠગાઈ કરી રૂૂ.47 હજાર પરત ન આપતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.