માર્કેટયાર્ડમાં ખેડૂતોની જણસીની ઉતરાઈ માટે આરસીસીની વ્યવસ્થા કરાઈ
આજરોજ રાજકોટના બેડી ખાતેના માર્કેટયાર્ડમાં ખેડૂતોની જણસોની વ્યવસ્થિત ઉતરાઈ થાય તે હેતુથી ખેડૂતોના માલનો બગાડ અટકાવવાના હેતુસર માર્કેટયાર્ડમાં આવેલ મોટા ગ્રાઉન્ડને આખું આર.સી.સી. (RCC) વાઈટ ટોપિંગ કરવાના અંદાજીત 4.70 કરોડના વિકાસકામનું ખાતમુહુર્ત આજરોજ સહકારી દિગ્ગજ, ધારાસભ્ય જેતપુર જામકંડોરણા અને રાજકોટ જીલ્લા બેન્કના ચેરમેન જયેશભાઈ રાદડિયાના હસ્તે માર્કેટયાર્ડ ચેરમેન જયેશભાઈ બોઘરા,વાઈસ ચેરમેન વિજયભાઈ કોરાટ, ડીરેક્ટરશ્રીઓ જયંતીભાઈ ફાચરા, પરશોતમભાઈ સાવલિયા, હંસરાજભાઈ લીંબાસીયા, જયેશભાઈ પીપળીયા, વસંતભાઈ ગઢિયા, ભરતભાઈ ખુંટ, જીતેન્દ્રભાઈ સખીયા, હિતેશભાઈ મહેતા, હઠીસિંહ જાડેજા, કેશુભાઈ નંદાણીયા, પાર્થભાઈ દોમડીયા, અતુલભાઈ કમાણી, દિલીપભાઈ પનારા, રજનીશભાઈ, સંદીપભાઈ લાખાણી, માર્કેટયાર્ડ સેક્રેટરી તથા ખેડૂતો, વેપારીઓ, કમીશન એજન્ટોની હાજરીમાં કરવામાં આવેલ હતું.