દેણું વધી જતાં રાવલના યુવાનનો ઝેરી દવા પી આપઘાત
માનપરમાં નદીમાં નહાવા પડેલા પરપ્રાંતીય આધેડનું મોત
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની સીમમાં રહેતા અરજણભાઈ કારાભાઈ વાઘેલા નામના 45 વર્ષના કોળી યુવાનને પોતાના પર દેવું વધી જતા તેમણે પોતાના હાથે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાહેર મૃતકના પુત્ર કાનાભાઈ અરજણભાઈ વાઘેલાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
નાહવા પડેલા પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ
પંચમહાલ જિલ્લાના લુણાવાડા તાલુકાના મૂળ રહીશ અને હાલ ભાણવડ તાબેના માનપર ગામે રહીને એક આસામીની વાડીમાં મજૂરી કામ કરતા અરજુનભાઈ નાનાભાઈ નાયક નામના 45 વર્ષના આદિવાસી યુવાન મંગળવારે માનપર ગામની નદીમાં નાહવા માટે પડતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જેન્તીભાઈ નાયક (ઉ.વ. 30) એ ભાણવડ પોલીસને કરી છે.
મહિલાએ ઝેરી દવા પીધી: મૃત્યુ
મધ્ય પ્રદેશ રાજ્યના ખારગોન જિલ્લાના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતા મમતાબેન મુકેશભાઈ વાસ્કેલ નામના 22 વર્ષના આદિવાસી મહિલાએ સોમવારે રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર માંડવીમાં મુંડા મારવાની ઝેરી દવા ગટગટાવી લેતા તેમને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ઉષ્માબેન હાલસીંગભાઇ કનાશ (ઉ.વ. 60, રહે. મૂળ મધ્યપ્રદેશ) એ કલ્યાણપુર પોલીસને કરી છે.