બસપોર્ટમાં રાવણરાજ, પૈસા ન આપતા મહિલાને શૌચાલયમાં નો એન્ટ્રી!
ભારે રકઝક છતા મચક નહીં આપતાં મહિલાએ પડધરી સુધી યાતના વેઠવી પડી, એજન્સીના માનવતાવિહિન વર્તનથી ભારે રોષ
પર્સ બસમાં ભૂલી ગયા, માસિક ધર્મમાં હોવાનું જણાવી વિનંતી કરવા છતાં પૈસા વગર પ્રવેશ આપ્યો નહીં
કરોડોના ખર્ચે થાળી ભાંગીને વાટકો થયેલા બસપોર્ટમાં મુસાફરોની સુવિધા બાબતે અનેક વખત ફરીયાદ થઇ છે. સૌથી વધારે વિવાદમાં શૌચાલયમાં ઉઘરાવાતા પૈસા માટે થયો છે. મહીલાઓ માટે નિ:શુલ્ક હોવા છતા મહીલા તરફના શૌચાલયમાં પૈસાના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે અને તેનો ભોગ માસિક ધર્મમાં રહેલી મહીલા મુસાફર બની છે.
ભોગ બનેલ મહીલા સાથે મહેસાણા-દ્વારકા રૂટની બસમાં બેઠેલા એક પેસેન્જરે વિડીયો બનાવી મહીલાને થયેલ અમાનવીય વર્તનનું વર્ણન કર્યું છે જેમાં વિડીયોના માધ્યમથી જણાવ્યું છે કે મહીલા પોતે માસિક ધર્મમાં હોય અને તેઓને ભારે લઘુશંકા લાગી હોય ત્યારે રાજકોટ બસપોર્ટમાં બસ આવતા મહીલા ઉતાવળમાં હોવાથી પોતાનું પાકીટ સાથે લઇ જતા ભુલી ગયા હોય શૌચાલયમાં આજ એજન્સીના માણસે પૈસા વગર જવાની ના પાડી હતી. મહીલાએ કરગરવા છતા પણ તેઓને અનદર જવા દીધા હતા નહીં અને મહીલાને લઘુશંકા કર્યા વગર જ પરત ફરવું પડયું હતું એ બાદમાં પડધરી ડેપોમાં લઘુશંકા કરવી પડી હતી. રાજકોટ બસપોર્ટમાં નહીં જવા દેતા મહીલા મુસાફરને પડધરી પહોંચવા માટે 30 મીનીટથી વધુ સમય સુધી યાતના વેઠવી પડી હતી. માસીક ધર્મમાં હોવાથી ભારે મુશ્કેલી થઇ પડી હતી તેવો વીડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકોટ બસપોર્ટમાં મહીલા શૌચાલયમાં નિ:શુલ્ક હોવા છતાં એજન્સી પોતાની મનપાની ચલાવી રહી છે અને મુસાફરોને હેરાન થવું પડી રહ્યું છે. અનેક વખત નોટીસ આપવા છતાં અને દંડ કરવા છતા પણ એજન્સી સુધરવાનું નામ નહી લેતા હોય તેવો ઘાટ સર્જાયો છે. સતાધીશો પણ એજન્સી પાસે વામણા સાબતી થયા છે. તેવી ચર્ચા બસપોર્ટમાં થઇ રહી છે.
એજન્સી દ્વારા કરવામાં આવેલ માનવતા વિહિન વર્તનથી સતાધીશો પર પણ સવાલ ઉઠી રહ્યા છે અને સોશિયલ મીડીયામાં આ વીડીયો વાયરલ થતા મુસાફરોમાં રોષ ફેલાયો છે. સરકારી સંપતિમાં પણ ટિકિટ ખર્ચવા છતા મુસાફરોને શૌચાલય માટે પૈસા ચુકવવા કેટલા અંશે વ્યાજબી છે અને આ તાનાશાહીનો ભોગ કયાં સુધી બનીશું? તેવા સવાલો રોષ સાથે મુસાફરોમાં ઉઠી રહ્યા છે.
પાણી-જીપીએસ અંગે તપાસના આદેશ આપતા મુખ્યમંત્રી
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિએ જણાવે છે કે રાજકોટ એસ.ટી બસપોર્ટમાં ઉનાળામાં પીવાના પાણી બંધ રાખે તો પોતાના મળતીયા વેપારીઓને બીસ્લેરીમાં લાભ મળે અને ધંધો થાય તે માટે મુસાફરોની પાણીના પરબ બંધ રખાતા હતા એવી વ્યાપક ફરિયાદો ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક તરફ સમિતિને મળેલ હોવાને પગલે રૂૂબરૂૂ બસપોર્ટ પર જે તપાસ કરતા ફરિયાદમાં તથ્ય જણાવ્યું હતું અને પાણીનું ટીપું આવતું નહોતું તત્કાલીન સમયે ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને તેમ છતાં પાણીના ધાંધિયા ચાલુ રહેતા રજૂઆતનો કોઈ હકારાત્મક જવાબ નહીં આવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી હતી અને જીપીએસ સિસ્ટમ આઠ મહિનાથી રાત્રે જીપીએસ સિસ્ટમ બંધ રખાતી હતી તેની પણ ફરિયાદ કરવામાં આવી હતી. જે રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા રાજ્યના અધિક મુખ્ય સચિવ બંદરો અને વાહન વ્યવહાર મંત્રીને તપાસના આદેશો કરવામાં આવ્યા છે.
બસપોર્ટ અને જાહેર શૌચાલયમાં આઉટ સ્ટેટની એજન્સીઓના કબજા
સરકાર દ્વારા જાહેર સ્થળો પર લોકો અને સહેલાણીઓ માટે જાહેર શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં લઘુશંકા માટે નિ:શુલ્ક વ્યવસ્થા છે છતા પણ તેમાં ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા જાહેર શૌચાલયના સંચાલન માટે એજન્સીઓને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે જેના પર મોટાભાગનો કબજો અન્ય રાજયની એજન્સીઓનો હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.