શિક્ષણ સહાયના ફોર્મ રદ થતા રત્ન કલાકારો મેદાનમાં, એક હજારથી વધુ આરટીઆઈ દાખલ
ગુજરાત સરકાર દ્વારા બેરોજગાર રત્નકલાકારોના બાળકોના અભ્યાસ અર્થે શિક્ષણ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં સુરતમાંથી 26 હજાર ફોર્મ રીજેક્ટ થયા છે, જે ક્યા કારણે રીજેક્ટ થયા છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. એવામાં સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા RTI અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ છેલ્લા પાંચ દિવસમાં જ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં 1000થી વધુ RTI અરજીઓ દાખલ કરવામાં આવી છે.
ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે,ગુજરાત સરકાર દ્વારા જે શિક્ષણ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ શિક્ષણ રાહત પેકેજમાં સુરત ખાતે 74 હજારથી વધુ ફોર્મ ભરાયા હતા. જેમાં 50 હજાર રત્નકલાકારોના બાળકોના ફોર્મ પાસ કરવામાં આવ્યા છે. જ્યારે કોઈ પણ નાના ઈશ્યુના કારણે 26 હજાર રત્નકલાકારોના ફોર્મ રીજેક્ટ કરવામાં આવ્યા હતા. આ બાબતે અમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કર, ત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા માહિતી આપવામાં આવી નથી, ત્યારે અમે એક અભિયાન શરુ કર્યું છેવધુમાં જાણાવ્યું હતું કે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તમામ જે 26 હજાર રત્નકલાકારોના ફોર્મ રીજેક્ટ કરવામાં આવ્યા હતા. એમના માટે એક RTI નું અભિયાન શરુ કર્યું છે. જેમાં તમારું ફોર્મ કેમ રીજેક્ટ થયું છે, એના કારણો શું છે, ક્યાં અધિકારીએ તમારું ફોર્મ રીજેક્ટ કર્યું છે, અને ક્યાં નિયમના આધારે ફોર્મ રીજેક્ટ થયું છે અને સુરત ડાયમંડ એસોસિએશનએ જો ભલામણ પત્ર આપ્યું હોય તો એની નકલ અમે જે ફોર્મ ભર્યું છે.
તેની નકલ સાથેની આખી માહિતી માટે આ અભિયાન શરુ કર્યું છે.આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 1 હજાર કરતા પણ વધારે રત્નકલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે RTI નાંખવામાં આવી છે. આ બાબતે ગુજરાત સરકારને પણ વિનંતી છે કે, 26 હજાર ફોર્મ રીજેક્ટ કર્યા છે તેને પાસ કરવામાં આવે, જમીનથી લઈને કાગળ સુધીની લડાઈ રત્નકલાકારો માટે ડાયમંડ વર્કર યુનિયન લડશે.