For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેશનિંગ દુકાનદારોની હડતાળ: લાખો ગરીબોને અનાજ નહીં મળે!

05:21 PM Oct 31, 2025 IST | admin
રેશનિંગ દુકાનદારોની હડતાળ  લાખો ગરીબોને અનાજ નહીં મળે

રાજ્યના રેશનીંગ દુકાનદારો દ્વારા તેમની મુખ્ય પડતર માંગણીઓના સમર્થનમાં 1લી નવેમ્બરથી અનિશ્ચિતકાળની હડતાળ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હડતાળના કારણે રાજ્યના અંદાજે 75 લાખ રેશનીંગ જરૂૂરિયાતમંદો અનાજ વિનાના રહેશે.

Advertisement

મુખ્ય 20 પડતર માંગણીઓને લઈને હડતાલ રેશનીંગ મંડળ દ્વારા મુખ્ય 20 પડતર માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે, જેને લઈને આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. તેમની મુખ્ય માંગણીઓમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે. બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધિત પરિપત્ર રદ કરવો. આ ઉપરાંત અન્ય અનેક મુદ્દાઓને લઈને પણ રેશનીંગ દુકાનદારો દ્વારા સરકાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

પડતર માંગણીઓને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. જ્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. આ હડતાળનો સીધો ભોગ રાજ્યના લાખો ગરીબ અને જરૂૂરિયાતમંદ પરિવારો બનશે, જેઓ સરકારી સસ્તા અનાજની દુકાનોમાંથી પોતાના હકનું અનાજ મેળવે છે. રેશનીંગ મંડળ અને રાજ્ય સરકાર વચ્ચે મંત્રણા ક્યારે શરૂૂ થાય છે અને આ મડાગાંઠ ક્યારે ઉકેલાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement