For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના રેશનકાર્ડધારકોને બે માસનો જથ્થો નહીં મળતા દેકારો, વેપારીઓની રજૂઆત

03:48 PM Jun 09, 2025 IST | Bhumika
રાજકોટના રેશનકાર્ડધારકોને બે માસનો જથ્થો નહીં મળતા દેકારો  વેપારીઓની રજૂઆત

રાજકોટ શહેર અને જિલ્લામાં જૂન-2025 મહિનાના અનાજના જથ્થાના વિતરણમાં સર્જાયેલી અંધાધૂંધીને કારણે હજારો રેશનકાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્ય સરકાર દ્વારા 23 મે, 2025ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, રાજ્યના 39 જિલ્લાઓમાં જૂન મહિનાનું અનાજ 20 મે, 2025 સુધીમાં ગોડાઉનો સુધી પહોંચાડવાનું હતું. આ નિયત સમયમર્યાદા વીતી ગયા છતાં, રાજકોટ જિલ્લા સહિત અનેક સ્થળોએ રેશનનો જથ્થો પહોંચ્યો ન હોવાથી વેપારીઓ અને કાર્ડધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજકોટ શહેર અને તાલુકાના ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના વેપારી ભાઈઓ દ્વારા કલેકટર કચેરી ખાતે રાજ્ય પુરવઠા નિયામક અને જિલ્લા પુરવઠા અધિકારીને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જૂન મહિનાનું અનાજ 20 મે સુધીમાં પહોંચાડવાનો આદેશ હોવા છતાં, આજે 6 જૂન થઈ ગઈ હોવા છતાં ઘણા વેપારીઓને જૂન માસનો જથ્થો મળ્યો નથી.

જૂન માસમાં રેશનના વિતરણની મુદ્દત પૂરી થવા છતાં જથ્થો ન મળતા, અનેક રેશનકાર્ડ ધારકો તેમનો હકનો જથ્થો મેળવી શક્યા નથી. આવેદનપત્રમાં મુખ્યત્વે બે માંગણીઓ કરવામાં આવી છેે કે રાજકોટ શહેર અને જિલ્લાના રેશનકાર્ડ ધારકો કે જેઓ જૂન માસના જથ્થાથી વંચિત રહ્યા છે, તેમને રેશનનું યઊંઢઈ કરાવીને તેમજ અન્ય જરૂૂરીયાત પૂરી કરીને, જૂન માસનો જથ્થો પૂરો પાડી દેવામાં આવે અને જૂન માસના રેશન વિતરણની મુદત તુરંત લંબાવવામાં આવે, જેથી જે ગરીબ અને જરૂૂરિયાતમંદ રેશનકાર્ડ ધારકો અગાઉ જથ્થો મેળવી શક્યા નથી, તેમને પણ તેમનો હકનો જથ્થો મળી રહે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement