For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા જગતમંદિરે રથયાત્રા ઉત્સવ ધામધૂમથી ઉજ્વાયો

11:56 AM Jun 30, 2025 IST | Bhumika
દ્વારકા જગતમંદિરે રથયાત્રા ઉત્સવ ધામધૂમથી ઉજ્વાયો

શરણાઈ અને બેન્ડવાજાના તાલે ધાર્મિક ભજનો સાથે ઠાકોરજીના બાલ સ્વરૂપને ચાંદીના રથમાં મંદિર પટાગણમાં ચાર પરીક્રમા કરાવાઇ

Advertisement

યાત્રાધામ દ્વારકા જગત મંદિર ખાતે અષાઢી બીજ નિમીતે શનિવારે સાંજે પાંચ થી સાત વાગ્યા સુધી રથયાત્રા ઉત્સવની ભક્તિભાવ પૂર્વક પુજારી પરીવાર અને ભાવિકોની ઉપસ્થિતીમાં ઉજવણી કરાઈ હતી.
ઠાકોરજીના બાલસ્વરૂૂપને ચાંદીના રથમાં બેસાડી બેન્ડવાજા તેમજ શરણાઈના શુરોના ધાર્મીક ભજનો સાથે જગત મંદિર પટાગણમાં ચાર પરીક્રમાં કરાવામાં આવી હતી.

દરેક પરીક્રમાં વખતે પરિક્રમાં પૂર્ણ થયા બાદ ઠાકોરજીને ભોગ સામગ્રી તેમજ વિશેષ મહા આરતી કરવામાં આવી હતી. શ્રીજીની ચોથી અંતિમ પરિક્રમા પૂર્ણ થયા બાદ ઠાકોરજીના રથને મંદિર પટાગણમાં દેવકીજીના મંદિર પાસે આવેલ સ્થંભમાં રથ અથડાવામાં આવ્યો હતો.

Advertisement

આ ધાર્મીક પ્રસંગે શ્રીજીને ચાંદીના દિવ્ય રથ પર યાત્રા કરાવાનું સવિશેષ મહત્વ હોય છે.જેમા
પુજારી પરીવાર અને હજારો ભાવિકો ભગવાનનો રથ ખેંચી ભાવ વિભોર બન્યા હતા. રથ યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી રથ યાત્રા ઉત્સવ પૂર્ણ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement