For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં રથયાત્રા અને મોહરમ એક જ દિવસે, 1624 પોલીસ તૈનાત કરાશે

04:41 PM Jun 25, 2025 IST | Bhumika
રાજકોટમાં રથયાત્રા અને મોહરમ એક જ દિવસે  1624 પોલીસ તૈનાત કરાશે

પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં કરાયેલું પ્લાનીંગ, તમામ પોલીસ મથકોમાં શાંતિ સમિતિની બેઠકો યોજાઈ, 4 ડીસીપી, 6 એસીપી,20 પીઆઇ, 93 પીએસઆઇ સાથે એસઆરપીની ટુકડીને સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી

Advertisement

રાજકોટમાં આગામી 27 જૂને અષાઢી બીજની રથયાત્રા નીકળવાની છે તો બીજી તરફ મુસ્લિમ સમાજના મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવશે. આ બંને પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે રાજકોટ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા અને મહોરમની એક સાથે ઉજવણી ને લઈને પોલીસે પણ સુરક્ષા વ્યવસ્થા વધારી છે. ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાના નીરક્ષણ હેઠળ સુરક્ષા માટે પોલીસ કર્મચારીઓ સહિત 1624ને સુરક્ષાની જવાબદારી સોંપાઇ છે. જેમાં 4 ડીસીપી, 6 એસીપી,20 પીઆઇ, 93 પીએસઆઇ, 801 પોલીસ, 20 એસઆરપી, 320 ટ્રાફિક બ્રિગેડ અને 360 હોમગાર્ડને તૈનાત કરવામાં આવશે તેમજ રથયાત્રાના રૂટ ઉપર ધાબા પોઇન્ટ પણ ઉભા કરાયા છે. આવતીકાલે પોલીસ બંદોબસ્તનું રીહર્સલ યોજાશે.

રાજકોટ માં 27 જૂને અષાઢી બીજના રોજ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે અને ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે તો બીજી તરફ મોહરમના પર્વ પરની પણ શરૂૂઆત થનાર હોય દરમિયાન કોઈ અનીરછનિય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

Advertisement

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર ,ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ ની નિરીક્ષણ હેઠળ રાજકોટ શહેરના તમામ પીઆઇ સહિતના અધિકારીઓની એક મહત્વની મીટિંગ યોજાઇ હતી જેમાં રથયાત્રા અને મહોરમને લઈને જરૂૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

રથયાત્રા અને મોહરમ ને લઈને રાજકોટ શહેરના તમામ પોલીસ મથકોમાં શાંતિસમિતિની બેઠકમાં યોજવા આપવામાં આવેલી સુચમાં અન્વયે આ બન્ને તહેવારો પર્વ કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો અને હિન્દૂ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા.

રથયાત્રાના રૂટના કેટલાક રસ્તાઓ ઉપર સવારે 9થી રાત્રે 9 વાહનોને પ્રવેશબંધી
આગામી તા.27/06/2025ના રોજ અષાઢી બીજ પર્વ નિમિત્તે યોજાનાર રથયાત્રા જગન્નાથ મંદિર કૈલાસ ધામ આશ્રમથી શરૂૂ થઈને નાનામૌવા ગામ, મોક્કાજી સર્કલ, પુષ્કર ધામ મેઇન રોડ, આકાશવાણી ચોક, સાધુવાસવાણી રોડ રૈયા ચોકડી, હનુમાન મઢી ચોક, આઝાદ ચોક, આમ્રપાલી અંડર બીજ, કિશાનપરા ચોક, ફુલછાબ ચોક, સદર બજાર મેઇન રોડથી સદર પોલીસ ચોકી, હરીહર ચોક, લીમડા ચોક ત્રીકોણ બાગ ચોક, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, પેલેસ સેડ, કેનાલ રોડ થી કેવડાવાડી મેઇન રોડ, સોરઠીયાવાડી સર્કલ. કોઠારીયા રોડ મેઈન રોડ, દેવપરા ચોક, સહકાર મેઇન રોડ, ઢેબર કોલોની, પી.ડી.એમ. કોલેજ થઈ સ્વામીનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, મવડી મેઇન રોડ, માયાણી ચોક, રાજનગર ચોકથી, નાના મૌવા ગામ થી કૈલાસ ધામ નીજ મંદિર ખાતે પરત આવી પૂર્ણ થશે. ત્યારે રથયાત્રા ફુલછાબ ચોકથી સદર બજારમાંથી પસાર થઇ સદર પોલીસ ચોકી તરફ પસાર થશે જેથી બગડીયા દ્રારા તા.26/06/2025 અને તા.27/06/2025 બે દિવસ દરમિયાન સદર બજાર પોલીસ ચોકીથી ખોડીયાર હોટલ સુધી તથા ફુલછાબ ચોકથી સદર પોલીસ ચોકી સુધી તમામ વાહનો માટે 09/00 થી રાત્રે 9 કલાક સુધી પ્રવેશ બંધ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશો અષાઢી બીજની રથયાત્રામાં રહેલ વાહનો અને સરકારી વાહનોને, ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહીની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી વાહનોને આકસ્મીક સંજોગોમાં લાગુ પડશે નહીં.આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement