રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગીર સોમનાથ જિલ્લામાં 6 વર્ષની બે બાળકી પર દુષ્કર્મ કરનાર ઝડપાયો

12:07 PM Mar 12, 2024 IST | Bhumika
Advertisement

ગીર સોમનાથ જિલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં છ વર્ષની બે નાની બાળાઓ સાથે એક નરાધમ યુવકે ચોકલેટની લાલચ આપી બાવળની ઝાડીમાં લઇ જઇ દુષ્કર્મ કર્યાની ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ઘટનાના પગલે પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમને ગણતરીના કલાકમાં જ ઝડપી લઇ તેના વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મની જુદી જુદી કલમો અન્યવે ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
બે માસૂમ સાથે ગામના જ યુવકે દુષ્કર્મ કુકર્મ કર્યુંની ચકચારી ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સમુદ્રકાંઠાના એક ગામમાં રહેતો દિનેશ અમૃતલાલ ફૂલબારીયા (ઉં.વ.33, ધંધો.મજૂરીકામ)એ પોતાના જ ગામમાં રહેતી છ વર્ષની ઉંમરની બે નાની માસૂમ બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું. ગત તારીખ 9/3/2024ના રોજ સાંજના 4 વાગયાની આસપાસ આરોપીના ભાઈની દીકરીઓ અને આ બે નાની માસૂમ બાળાઓઆ શેરીમાં રમી રહી હતી. ત્યારે આરોપીએ બંને માસૂમને ચોકલેટની લાલચ આપી આશરે 200થી 500 મીટરના અંતરે બાવળની ઝાડીઓમાં લઈ ગયો હતો. જ્યાં આ નરાધમે બંને બાળાઓને નિર્વસ્ત્ર કરી તેની સાથે દુષ્કર્મ તેમજ હિનકૃત્ય આચર્યું હતું. જે બાદ આરોપી બંને બાળાઓને ત્યાં જ છોડી ભાગી ગયો હતો.

Advertisement

જે બાદ બંને માસૂમ રડતી રડતી શેરીમાં આવી હતી. બંને માસૂમની હાલત જોઈને આજુબાજુના લોકોને કાંઈક અજુગતું બન્યાની શંકા ગઈ હતી. જેથી બંને દીકરીઓના માતા-પિતાને જાણ કરી હતી. બંને દીકરીઓ પિતરાઈ બહેનો છે. ઘટના બાદ તેઓ ખૂબ હેતબાઈ ગઈ હતી. તેમના ગુપ્તાંગોમાંથી લોહી વહી રહ્યું હતું. માતાપિતાએ આ અંગે તપાસ કરતા તેમની જ બાજુની શેરીમાં રહેતો દિનેશ સાંજે બંને બાળકીઓને ચોકલેટની લાલચ આપી લઈ ગયો હોવાની હકીકત બહાર આવી હતી. જે બાદ પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

ત્યાર બાદ બન્ને બાળાઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સદનસીબે બન્ને બાળાઓની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાના પગલે પોલીસ પણ તુરંત એક્શનમાં આવી હતી અને દુષ્કર્મ આચરનાર નરાધમને ગણતરીના સમયમાં જ ઝડપી લીધો હતો. આરોપી વિરુદ્ધ ઈંઙઈ 8. 376અઇ, 363, 354, 354અ(1), 354ઇ તથા પોક્સો કલમ 4, 6, 8, 10, 12 મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે.
(તસ્વીર મીલન ઠકરાર વેરાવળ)

Tags :
crimecrime newsGir SomnathGIR SOMNATH NEWSgujaratgujarat newsraped
Advertisement
Next Article
Advertisement