સંવેદનશીલ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સનું પોલીસ સાથે ફૂટ પેટ્રોલિંગ
રાજકોટ શહેરમાં ગઈકાલે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંવેદનશીલ વિસ્તારો અને કોમ્યુનલ દ્રષ્ટિએ સંવેદનશીલ સ્થળો/વિસ્તારોની ફેમીલીરાઇઝેશન અંગેના કાર્યક્રમ અંતર્ગત મુલાકાત લેવામાં આવેલ જેમા સમાજમા આમ જનતા સાથે વિશ્વાસ પેદા થાય તે સારૂૂ તથા ભુતકાળમા બનેલા બનાવોથી માહીતી મેળવી તે વિસ્તારની મુલાકાત થાય તે સારૂૂ 100 બટાલીયન રેપીડ એક્શન ફોર્સ અમદાવાદ ટીમના કમાન્ડન્ટ રતુલદાસ તેમજ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ કૃષ્ના કુમારી તથા તેમની ટીમ સાથે રાજકોટ શહેરમા સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ વિસ્તારમા પેટ્રોલીંગ ફરવામા આવેલ જેમા ભૌગોલીક પરીસ્થિતીથી તેમજ કાનુન અને વ્યવસ્થાની મહત્વપુર્ણ જાણકારી મળે તેમજ ઇમરજન્સી પરીસ્થીતીમા સહાયતા મળી રહે તે સારૂૂ એરીયા ડોમિનેશન સારૂૂ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારના અલગ અલગ સંવેદનસીલ વિસ્તારો જેવા રસુલપરા, મહમદીબાદ, સોલવન્ટ વિસ્તારમા તા.11/02ના રોજ રેપીડ એક્શન ફોર્સ અમદાવાદની ટીમ સાથે અમો પો.ઇન્સ ડી.એમ.હરીપરા તથા પો.સબ.ઇન્સ એમ.આઇ.શેખ તથા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફનાઓ સાથે પેટ્રોલીંગ રાખવા આવ્યું હતું.