રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આજી ડેમ પાસે પરિણીતાના ઘરમાં ઘુસી દુષ્કર્મ

04:56 PM Mar 23, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

સોશિયલ મીડીયાએ ફાયદકારકની સાથે-સાથે નુકશાન કર્તા પણ છે. આજે સ્માર્ટ ફોનને કારણે સાયબર ફ્રોડ પણ વધ્યા છે. સોશિયલ મીડીયા થકી યુવતી કે સગીરાને ફસાવી તેની સાથે પ્રેમભરી વાતો કરી તેણીને વિશ્ર્વાસમાં લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે. ત્યારબાદ લગ્નની લાલચે દુષ્કર્મ ગુજારવામાં આવતા બનાવ પોલીસ ચોપડે નોંધાઇ ચુકયાના ઘણા દાખલા છે. ત્યારે રાજકોટના આજીડેમ પોલીસ મથકના એક વિસ્તારમાં એકલી રહેલી પરિણીતાના ઘરમાં ઘુસી કોઠારીયા ગામના શખ્સે મારે તારી સાથે મોબાઇલ ફોન દ્વારા સબંધ રાખવો છે કહી બળજળરીથી બે વાર શરીર સબંધ બાંધી સબંધ નહિ રાખેતો તારા બાળક અને પતિને જાનથી મારી નાખીસ તેવી ધમકી આપતા આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીને સકંજામાં લઈ તેમની પુછપરછ શરૂ કરી છે.

બનાવની વધુ વિગતો અનુસાર, આજીડેમ વિસ્તારમાં રહેતી એક પરિણીતના ઘરે આવી પરિચીન શખ્સે બળજબરીથી બબ્બે વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે ગભરાઇ ગયેલી પરિણીતાએ પતિને વાત કરી આજીડેમ પોલીસમાં ફરિયાદ કરતા પીએસઆઇ એ.આર.રાઠોડ અને સ્ટાફે કાર્યવાહી શરૂ કરી છે.

પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેમના પતિ અને પુત્ર સાથે રહે છે. તેઓ અગાઉ ચાઇનીઝ-પંજાબી ચાઇનીઝની લારી ચલાવતા હતા ત્યારે કોઠારીયા ગામમાં રહેતા જયેશ ગમારાની ઓળખાણ થઇ હતી તે અવાર નવાર પાર્સલ લેવા આવતો હોય જેથી પરિણીતાને નંબર આપી કોઇ પાર્સલ લેવા અને તૈયાર કરવા અંગે જાણ કરી હતી. જોકે બાદમાં દુકાન બંધ થયા પછી પણ જયેશ ગમારા પરેશાન કરતો હોય એ મામલે પરિણીતા ઘરે હતી ભારે કોલ કરી કહયું કે, મારે તારી સાથે સબંધ રાખવો છે કહી પરિણીતાના ઘરમાં ઘુસી ઉપરના માળે આવેલા રૂમમાં જઇ બળજબરીથી બે વાર શરીર સબંધ બાંધ્યો હતો તેમજ જો તુ સબંધ નહી રાખે તો તારા પતિ અને બાળકને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં ગભરાઇ ગયેલી પરિણીતાને પતિને હકીકત જણાવી ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી જાડેજાની રાહબરીના પીએસઆઈ રાઠોડ અને સ્ટાફે આરોપી જયેશ ગમારાને ઝડપી પુછપરછ કરતા પોતે કારખાનામાં મજુરી કામ કરે છે અને તેમને બે સંતાન હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement