ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાલિતાણામાં દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા અને રૂા.1.50 લાખનો દંડ

01:03 PM Dec 02, 2025 IST | Bhumika
Advertisement

1.25 લાખ ભોગ બનનારને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ

Advertisement

ભાવનગર જીલ્લાના પાલીતાણા ગામે રહેતા 27 વર્ષીય શખ્સે એક યુવતી સાથે દુષ્કર્મ કરેલ આ અંગેનો કેસ ભાવનગર ની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામે ગુનો સાબીત માની 10 વર્ષની સજા અને રોકડા રૂૂા. 1,50,000 નો દંડ અને દંડ પૈકીની રકમ 1,25,000 ફરીયાદીને વળતર પેટે ચુકવવા અદાલતે હુકમ કર્યો હતો.

આ બનાવ ની વિગત એવી છે કે આ કામના આરોપી દિનેશભાઈ ઓઘાભાઈ વાઘેલા ઉ.વ.27 રહે. ચુનાની ભાઠી આદપર રોડ, પાલીતાણા વાળો આ કામના ફરીયાદી સાતેક માસ પહેલા બપોરના આશરે બે વાગ્યે એક વાડી વિસ્તારમાં પીવાનું પાણી કુવાએ ભરવા ગયેલ ત્યારે વાડીની બાજુમાં આવેલ નળ (વોકળુ) માં બહાર જવા જતા આ વખતે આરોપી દિનેશભાઈ ઓઘાભાઈ વાઘેલા ત્યા આવી ફરીયાદીને પકડી પછાડી બળજબરથી ફરીયાદીની મરજી વિરૂૂધ્ધ દુષ્કર્મ કરી ફરીયાદીને સાતેક માસનો ગર્ભ રાખી દઈ ફરીયાદીને આ બાબતે કોઇને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યો હતો. આ બનાવની ફરીયાદ ફરીયાદીએ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન માં ગત તા. 2/7/2020 ના રોજ ગુનો જાહેર થતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડી. સેસન્સ જજ એચ.એસ.દવે ની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ સી.એમ.પરમારની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આરોપી દિનેશભાઈ ઓઘાભાઈ વાઘેલા સામે આઈ.પી.સી. કલમ 376 મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી આરોપીને 10 વર્ષની કેદની સજા તેમજ રોકડા રૂૂા. 1,50,000 નો દંડ તેમજ આઈ.પી.સી. કલમ 506(2) મુજબ તકસીરવાન ઠેરવી 2 વર્ષની કેદની સજા તેમજ રોકડા રૂૂા. 5,000 નો દંડ અદાલતે ફટકાર્યો હતો. તેમજ દંડ ભરે તેમાંથી અપીલ સમય બાદ રૂૂા. 1,25,000 વળતર તરીકે ભોગ બનનારને ચુકવવા અદાલતે હુકમ કર્યો છે.

Tags :
gujaratgujarat newsPalitanaPalitana newsrape case
Advertisement
Next Article
Advertisement