રાણપુર પોલીસે ત્રણ મહિનાથી અપહરણ અને પોસ્કોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
આરોપીને અમદાવાદના ચાંગોદર ખાતેથી ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો
બોટાદ જિલ્લાના અપહરણના ગુન્હાઓના આરોપીને પકડવા ખાસ ઝુબેશ હાથ ધરેલ હોય જે અનુસંધાન બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા જીલ્લાના તમામ અધિકારીને અમલવારી કરવા સૂચના કરવામાં આવેલ હોય જે અંતર્ગત વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ રાવલ ના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના PI એસ.એ.પટેલ તેમજ પોલીસ સ્ટાફના ઝાલાભાઇ વશરામભાઈ ગમારા,લગધીરસિંહ અજીતસિંહ ચુડાસમા,અશોકભાઈ વિરજીભાઈ ઝાપડીયા,ગભરુભાઈ ધુડાભાઈ સરૈયા,અપેક્ષાબેન ગણપતભાઈ એ રાણપુર પોલીસ સ્ટેશનના છેલ્લા ત્રણ માસથી અપહરણના અને પોસ્કોના ગુન્હામાં નાસતા ફરતા આરોપી કિશનભાઇ ઉર્ફે અશ્વીનભાઇ ઓધાભાઇ ધલવાણીયા ઉ.વ.23 રહે.ભેંસજાળ તા.ચુડા જી.સુરેન્દ્રનગર વાળાને તથા સગીરવયની ભોગબનનારને ચાંગોદર અમદાવાદ ખાતેથી પકડી પાડી રાણપુર પો.સ્ટે. ગુન્હા રજી.નં. 11190006 250374/2025 ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 137(2), 87, 64(2)(આઇ), 64(2)(એમ) તથા પોક્સો એક્ટ કલમ 3(એ), 4(1), 5(એલ), 6, 11(6), 12 મુજબના ગુન્હાના કામનો આરોપી તથા સગીરવયની ભોગબનનારને ચાંગોદર અમદાવાદ ખાતેથી ઝડપી લઈ આરોપી કિશનભાઇ ઉર્ફે અશ્વીનભાઇ ઓધાભાઇ ધલવાણીયાને રાણપુર પોલીસે જેલના સળીયા પાછળ ધકેલી દીધેલ છે..