For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રણજિતસાગર ડેમમાં સેલ્ફીના ચક્કરનાં ગબડેલી પત્નીને બચાવવા પતિએ ઝંપલાવ્યું: માંડ માંડ બચ્યા

12:11 PM Feb 05, 2024 IST | Bhumika
રણજિતસાગર ડેમમાં સેલ્ફીના ચક્કરનાં ગબડેલી પત્નીને બચાવવા પતિએ ઝંપલાવ્યું  માંડ માંડ બચ્યા

ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા વાપરી પરપ્રાંતીય દંપતીને મહામહેનતે બચાવ્યું

Advertisement

જામનગરના રણજીત સાગર ડેમ પર રવિવારે સાંજે સાતેક વાગ્યાના અરસામાં ફરવા માટે ગયેલા પર પ્રાંતિય દંપતી એક પછી એક પાણીમાં પડી ગયા હોવાની ઘટના સામે આવતાં ફાયરતંત્ર દોડતું થયું હતું, અને બંનેને બચાવી લીધા હતા. તેઓને ઈજા થઈ હોવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. સમગ્ર મામલે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ જામનગરમાં રહેતા પર પ્રાંતિય દંપતી કે જેમાં યુવકનું નામ મોહિત પાંડે (ઉ.વ.29) અને તેની પત્ની પ્રતિમાબેન પાંડે (ઉ.વ.27)તેમજ તેનું ચાર વર્ષનું બાળક રવિવારે સાંજે રણજીત સાગર ડેમ પર ફરવા માટે ગયા હતા,જ્યાં સાત વાગ્યાના અરસામાં ડેમના પાળા પરથી એકાએક પત્ની એ સેલ્ફી લેવા જતાં પગ લપસી જવાથી પાણીમાં પડી હતી. ત્યારબાદ તેની પાછળ પતિએ પણ ડેમના પાણીમાં પડતું મૂકી દીધું હતું, અને કાંઠા પર ઉભા રહેલા ચાર વર્ષના બાળકે ભારે આક્રંદ કર્યું હતું. તેઓ નીચે પડ્યા પછી ડેમના પાળાના એક પથ્થરને પકડીને પાણીમાં કાંઠે તરતા રહયા હતા.

Advertisement

બનાવની જાણ કરાતાં જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખાની ટુકડી તુરતજ રણજીત સાગર ડેમ પર પહોંચી હતી, અને લાઈફ જેકેટ- રસ્સા વગેરેને પાણીમાં નાખીને દંપત્તિને એક પછી એક બહાર કાઢી લીધા હતા. જેમાં પતિને પગમાં ઈજા થઈ છે, જ્યારે પત્નીને કમરના ભાગમાં ઇજા થઈ છે.

જે બંને ઇજાગ્રસ્તોને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો રણજીત સાગર ડેમ પર તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને સમગ્ર બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement