For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અનેક જિલ્લાઓમાં ચૂંટણી ખર્ચમાં બેફામ ભ્રષ્ટાચાર

01:14 PM Mar 11, 2025 IST | Bhumika
અનેક જિલ્લાઓમાં ચૂંટણી ખર્ચમાં બેફામ ભ્રષ્ટાચાર

પોરબંદરમાં 20 લાખના મંડપ કોન્ટ્રાક્ટ સામે 2.96 કરોડનું બીલ મુકાયુ, 6 હજાર રૂપિયાના સાયરનના 60 હજાર, ઓબ્ઝર્વરના કપડા ધોવાનું બીલ 12 હજાર!

Advertisement

કાલાવડમાં રોજ 70થી 90 લિટર ઈંધણનો ધુમાડો, ગાંધીનગરમાં ટેબલનું ભાડુ 2565 રૂપિયા, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિધાનસભામાં ભાંડો ફોડતા દેકારો

લોકસભાની ચૂંટણીમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ મીલીભગત કરી ચૂંટણી ખર્ચમાં ગેરરીતિ આચરી છે, જેના પગલે મુખ્ય નિર્વાચન અધિકારીએ જિલ્લા કલેક્ટરને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મેવાણીએ વિધાનસભા ગૃહમાં એવી ચોંકાવનારી વાત રજૂ કરી કે, પપોરબંદરમાં તો મત ગણતરી કેન્દ્ર પર મંડપ માટે 20 લાખ રૂૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પરંતુ કોન્ટ્રાક્ટર માંડલિયા મંડપ સર્વિસે 2.96 કરોડ રૂૂપિયાનું બિલ રજૂ કર્યુ હતું. કલેક્ટરે આ બિલ મંજૂર કરવા તૈયારી પણ દર્શાવી હતી. પણ મુખ્ય નિર્વાચન અધિકારીની નોટિસને પગલે બધુ અટકી પડ્યું હતું. ગૃહમાં આ મામલે હોહા મચી હતી. વેલમાં આવીનો વિરોધ કરતા મેવાણીને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતાં.

Advertisement

લોકસભાની ચૂંટણી વખતે છોટા ઉદેપુર, ભરૂૂચ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને પંચમહાલ જિલ્લામાં ભ્રષ્ટ અધિકારીઓએ મનમાની કરીને માનિતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી દીધા હતાં. પ્રિન્ટીંગ સામગ્રી ખરીદવાની હોય કે પછી મત ગણતરી કેન્દ્ર પર મંડપ- ભોજન વ્યવસ્થા માટે ટેન્ડર વિના જ કોન્ટ્રાક્ટ આપી દેવાયા હતાં. કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પુરાવા સાથે ગૃહમાં માહિતી રજૂ કરી કે, જામનગર જિલ્લામાં કાલાવાડમાં તો ચૂંટણી વખતે કારમાં રોજ 70 લિટરથી માંડીને 90 લિટર રોજ પેટ્રોલ પુરાવવામાં આવ્યું. આટલું ઈંધણ કેવી રીતે વપરાયુ એ જ સવાલ છે. ગાંધીનગરમાં તો એક ટેબલનું ભાડું 2565 રૂૂપિયા, જ્યારે મત ગણતરી કેન્દ્ર પર જાળીના 24 હજાર રૂૂપિયા આપી દેવાયાં હતાં.

પોરબંદર જિલ્લામાં લોકસભાની ચૂંટણી વખતે મંડપ બાંધવાનો કોન્ટ્રાક્ટ માંડલિયા મંડપ સર્વિસને અપાયો હતો. પંચે ખુલાસો પૂછતાં કોન્ટ્રાક્ટરને 57 લાખ રૂૂપિયા આપવા તૈયારી દર્શાવાઈ હતી. તે વખતે નવાઈની વાત તો એ છે કે, 20 લાખ રૂૂપિયાના મંડપ માટે 2.96 કરોડ રૂૂપિયાનું બિલ મૂકનારાં કોન્ટ્રાક્ટરને ખુલાસો પૂછી કાર્યવાહી કરવાને બદલે પાલિકા-પંચાયતની ચૂંટણીમાં મંડપનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો હતો. પોરબંદરેમાં અધિકારીની કાર પર 6 હજાર રૂૂપિયાની સાયરનના 60 હજાર રૂૂપિયા ચૂકવી દેવાયાં છે. આ જ સ્થળે ચૂંટણી ઓર્બેઝવરના કપડાં ધોવાનો પણ 12 હજાર રૂૂપિયા ખર્ચ દર્શાવી દેવાયો હતો.

કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ એવી માંગ કરીકે, તમામ બિલોની પુન ચકાસણી કરવી જોઈએ અને જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ. ચૂંટણીના ખર્ચને લઈ મેવાણીએ વેલમાં આવી વિરોધ કર્યો હતો જેથી સંસદીય મંત્રીએ એવો મુદ્દો ઊઠાવ્યો કે, ચૂંટણી પંચ સ્વાયત સંસ્થા છે. આ જોતાં મેવાણીના પ્રહારો કરતાં શબ્દો રેકર્ડ પર દૂર કરવા જોઈએ. આ ઉપરાંત ગૃહની કાર્યવાહીથી દૂર કરવાની માંગ કરતા મેવાણીએને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતાં. દરમિયાન મેવાણીએ કયા કયા જિલ્લામાં ચૂંટણી વખતે ગેરરીતિ થઈ તેની વિગતો જાહેર કરી પણ કોને કોન્ટ્રાક્ટ આપ્યો તેની માહિતી જ ન હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement