રામ-ઠાકરની લડાઇ સ્ટેન્ડિંગ સુધી પહોંચી
8માંથી 5 અરજદારનું કોકડું ઉકેલાઇ ગયું, સાંસદ અને સરકારી પ્લોટની કપાતનો પ્રશ્ર્ન લટકતો રહ્યો
શીતલપાર્ક કપાત વળતરની દરખાસ્ત 7મી વખત પેન્ડિંગ
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજ રોજ મળેલ કમિશનર વિભાગ માંથી રજૂ થયેલ 22 દરખાસ્ત પૈકી શીતલપાર્ક રોડ પહોંળો કરતા અસરગ્રસ્તોને વૈકલ્પિક વળતર અંગેની દરખાસ્ત સાતમી વખત ચર્ચાના નામ હેઠળ પેન્ડિંગ રાખી બાકીની 21 દરખાસ્તનો 85.50 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. પેન્ડિંગ રહેલ દરખાસ્ત મુદ્દે ફરી વખત રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કારણ કે, જાણકારોના જણાવ્યા મુજબ રામ અને ઠાકરની લડાઇ હવે સ્ટેન્ડિંગ સુધી પહોંચી છે અને વૈકલ્પિક વળતર માટે ફકત એક જ વ્યકિતનું વળતર અટકાવી વખતો વખત દરખાસ્ત પેન્ડિંગ રાખી દાવ ઉતરવામાં આવી રહ્યો છે.
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આવેલ 22 દરખાસ્ત પૈકી નગર રચના યોજના નવમાં સમાવિષ્ટ આખરી ખંડ 329 તથા 321માં ટીપી રસ્તાને લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ મૂકયા બાદ આઠ મીલકત કપાતમાં આવતી હતી. જેઓને વળતર આપવા માટે બેઠક યોજવામાં આવેલ જેથી પાંચ જમીનોના માલીકોએ વળતર મેળવી દીધેલ ત્યાર બાદ એક પ્લોક કારક તથા ભાજપ કાર્યાલય અને કલેક્ટર વિભાગ હસ્તના એક ખાલી પ્લોટનો નિર્ણય બાકી રહેલ અગાઉની સ્ટેન્ડિંગમા સ્ટેન્ડિંગ સભ્ય નેહલ શુકલે જણાવેલ કે તમામને એક ફોર્મેટમાં વળતર કેમ નથી અપાતુ અલગ અલગ સ્થળે જગ્યા સામે જગ્યા ફાળવામાં ન આવે આથી બાકી રહી ગયેલ ત્રણ મિલકત ધારકોનું કોકડું ગુંચાવાયુ હતું.
જે પૈકી એક મીકલત ધારકે વૈકલ્પિક વળતર માટે સંમતી આપવા છતાં છેલ્લી છ સ્ટેન્ડિંગ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી રહી છે. રાજકીય વર્તુળમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ છેલ્લા ઘણા સમયથી રામભાઇ મોકરીયા દ્વારા સંગઠનમાં મનમાની કરાતી હોવાના આક્ષેપો થતા હોય તેઓને મનપાના કાર્યક્રમોમાં આમંત્રણ ન અપાતું હોવાની ચર્ચા જાગેલ તેવી જ રીતે સ્ટેન્ડિંગ ચેરમેન સાથે પણ વ્યકિગત મેદભેદોના કારણે બંને વચ્ચે ખાઇ સર્જાઇ હોવાનુ અગાઉ ચર્ચાયેલ ત્યારે હવે ચેરમેનના હાથમાં દરખાસ્ત મંજૂર કરવાની કમાન હોય તેઓએ દાવ ખેલવાનો શરૂ કર્યો છે અને વિકલ્પિક વળતર મુદ્દાની દરખાસ્ત પેન્ડિંગ રાખી પરત મોકલવામાં આવી છે. આમ રામ ઠાકરની લડાઇ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સુધી પહોંચતા ફરી વખત ભાજપમાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડયું છે.
ઇસ્ટઝોનના છ વોર્ડમાં ડીઆઇ પાઇપ માટે 42.25 કરોડના ખર્ચેને મંજૂરી
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજ રોજ રજૂ થયેલ 22 દરખાસ્પ પૈકી સૌથી અગત્યની ઇસ્ટઝોનના છ વોર્ડમાં ડીઆઇ પાઇપ લાઇન નાખવાની કામગીરીનો ખર્ચ મંજૂર કરવાની હતી. જેમાં પૂર્વઝોનના વોર્ડ નં.4, 5, 6, 15, 16 અને 18માં હાલની જર્જરિત જૂની પાણીની પાઇપની જગ્યાએ નવી ડીઆઇ પાઇપ લાઇન નેટર્વક તૈયાર કરવાની હતી. વેસ્ટઝોન અને સેન્ટ્રલ ઝોનમાં ડીઆઇ પાઇપ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થવામાં છે અને સામાકાંઠાના મોટાભાગના વિસ્તારો બાકી હોય બજેટમાં જોગવાય કર્યા મુજબ રૂા. 44.48 કરોડનું એસટીમેટ તૈયાર કરવામાં આવેલ છ એજન્સી દ્વારા ટેન્ડર ભરવામાં આવેલ જેમાં ત્રણ એજન્સી કવોલીફાય થયેલ જે પૈકી સીગલ ઇન્ફ્રાકોન પ્રા.લીને જોઇન્ટ વેન્ચર મુજબ 5.01% ઓછા ભાવથી ટેન્ડર ભરેલ હોય હવે 42.25 કરોડના ખર્ચે કામ આપવામાં આવ્યું છે.
સ્ટેન્ડિંગમાં મંજૂર થયેલ ખર્ચ
રસ્તાકામ 37.89 કરોડ
ડ્રેનેજ 40.76 લાખ
તબિબી સહાય 10.22 લાખ
ડીઆઇ પાઇપ 42.25 કરોડ
બોકસ કલવર્ટ 1.01 કરોડ
સ્મશાન 3.82 કરોડ
કુલ ખર્ચ 85.50 કરોડ