રાજુલા પાણી-પાણી, અનરાધાર 7ાા ઇંચ
નદીઓ બે કાંઠે થતા અનેક ગામોમાં પાણી ઘૂસ્યા, અનેક વીજ પોલ ધરાશાયી, દેવકા ગામે 25 ઘેંટા-બકરા તણાયા
હવામાન વિભાગે આગામી 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એને લઇને આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યા છે. એને લઇને અનેક નદીઓ બે કાંઠે થઇ છે, તો ક્યાંક નદીઓનાં પાણી ગામમાં ઘૂસી ગયાં છે.મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જાણે કે કલાકોમાં જ જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હોય એમ અનેક કોઝ-વે ધોવાઇ ગયા છે, તો ઘણા રસ્તા બંધ કરવા પડયા છે. બીજી તરફ અનેક વૃક્ષો અને હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયાં છે.
ત્યારે સમગ્ર રાજુલા તાલુકામાં આજે મેઘરાજે મહેર કરી છે અને 7ાા ઇંચ પાણી વરસાવી દેતા વરસાદને લીધે રાજુલા તાલુકાના બંને ધાતરવડી ડેમ એક અને ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયા છે ત્યારે ધાતરવડી ડેમ 2 ના સાત દરવાજા તંત્ર ને ખોલવાની ફરજ પડી છે ત્યારે વધારે મળતી વિગત મુજબ રાજુલા તાલુકાનું પીપાવાવ ધામમાં પાણીના પ્રવાહમાં મજૂરો ફસાતા ત્યાં રેસ્ક્યુ કરવામાં આવ્યું ત્યારે રાજુલામાં આ વરસાદમાં બીજી ઘટના રાજુલા શહેરના જકાતનાકા પાસે ઇલેક્ટ્રીકના પોલ પડી જતા રાજુલા સાવરકુંડલા અમરેલી રાજકોટ જવાનો રસ્તો બંધ થયેલો અને વીજળી પુરવઠો ખોરવાયો હતો ભારે વરસાદના કારણે ધાતરવડી ડેમમાં નવું પાણી આવતા આ પોલ પાણીમાં ખેંચાયા અને ઈલેક્ટ્રીક પોલ પડી જતા વાયર રોડ ઉપર આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ત્યારે રાજુલા પોલીસ દ્વારા ચાલુ વરસાદમાં કપરી કામગીરી કરી અને આ રસ્તો ખુલ્લો કરવામાં આવેલો તેમજ આ પાણીમાં ત્રણ ભેસ ડૂબી જવા પામેલ જોકે થોડા સમય બાદ ફરીથી વીજળી પુરવઠો તેમજ આ રસ્તો શરૂૂ કરી દેવામાં આવ્યો હતો નાનું એવું રીંગણીયાળા ગામ જ્યાં ચારે બાજુ પાણી જળબંબાકાર જોવા મળ્યું અને આ ગામમાં અવરજવર નો રસ્તો પણ બંધ થવા પામેલો મળતી વધારે વિગત મુજબ રાજુલા તાલુકાનું હડમતીયા અને દેવકા ગામની વચ્ચે આવેલી નદીમાં 25 જેટલા ઘેટા બકરા તણાયા હતા જેમાં સ્થાનિક લોકો દ્વારા 10 ઘેટાનું રેસ્ક્યુ કરવામાં આવેલું.
જોકે શહેરમાં આટલો વરસાદ પડતાં રાજુલા શહેરની વિવિધ સોસાયટીઓ જેવી કે મન મંદિર રેમ્બો સોસાયટી મારતી નગર એસટી વર્કશોપ સહિત ના વિસ્તારો માં પાણી ભરાયેલા ત્યારે આ વિસ્તારના લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયેલા.