રાજુલા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ગરમાવો: 200થી વધુ લોકો આપમાં જોડાયા
તાલુકા પંચાયત સીટના ઉમેદવાર બઘાભાઇ લાખણોત્રા અને તેમના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ વિધિવત પહેર્યો
આગામી સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓના પડઘમ નજીક આવી રહ્યા છે ત્યારે રાજુલા તાલુકામાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળ્યો છે રાજુલા ના રીંગણયાળા ગામના બધાભાઈ લાખણોત્રા તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર જેમની સાથે આજે એમના 200 કરતા વધુ કાર્યકર્તા સાથે આમ આદમી પાટી ને ખેસ પહેરી વિધિહત રીતે આપ પાર્ટી માં માં જોડાયા તે પ્રસંગે આમ આદમી પાટી 98 વિધાનસભા ના સહ પ્રભારી કિશોરભાઈ ધાખડા તથા રાજુલા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ કાતરીયા તથા મમદભાઈ ગાહા તેમજ આમ આદમી પાટી ના કાર્યકર્તા હાજર રહેલા અને તમામ લોકો એ આજે બધાભાઈ લાખણોત્રાને આવકાર્યા હતા ચૂંટણીઓ ખૂબ જ નજીક આવેલી છે ત્યારે હવે આ રાજુલા તાલુકામાં તમામ રાજકીય પાર્ટીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.