For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટની ડાંગર કોલેજના રાજુલાના વિદ્યાર્થીનો ઇન્જેકશન લગાવી આપઘાત

11:49 AM Aug 27, 2025 IST | Bhumika
રાજકોટની ડાંગર કોલેજના રાજુલાના વિદ્યાર્થીનો ઇન્જેકશન લગાવી આપઘાત

કોલેજના સંચાલકો દ્વારા એટીકેટી પાસ કરવા પૈસાની માગણી કરાતા પગલુ ભર્યુ’ : પિતાનો આક્ષેપ

Advertisement

કોલેજ દ્વારા પૈસા લઇ પાસ કરવાના ઓક્ષપ તદ્ન ખોટા : સંચાલક જનક મેતા

રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીના આપઘાતની ઘટના સામે આવી છે. ઇઅ ડાંગર કોલેજના સંચાલકોના ત્રાસથી હોમિયોપેથીના વિદ્યાર્થી ધર્મેશ કળસરિયાએ આપઘાત કર્યો હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીને પાસ કરવા કોલેજ સંચાલકો દ્વારા પૈસાની માગણી કરવામાં આવી હતી અને પૂરા પૈસા આપવામાં ન આવતા વિદ્યાર્થીને પરીક્ષામાંથી અધવચ્ચેથી કાઢી મુકવામાં આવ્યો હતો. તેથી ડિપ્રેશનમાં આવી હોમિયોપેથીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઝેરી દવા સાથેનું ઇન્જેક્શન લઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના રાજુલામાં જૂની બારકોટડી ગામનો રહેવાસી ધર્મેશ કળસરિયા રાજકોટની BA ડાંગર હોમિયોપેથી કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો. હોમિયોપેથીના બીજા વર્ષમાં અભ્યાસ કરતો ધર્મેશ પરીક્ષામાં નાપાસ થયો હતો અને તેને કારણે સપ્લીમેન્ટરીની પરીક્ષા આપવા પહોંચ્યો હતો. જોકે, આ દરમિયાન પરીક્ષાનો 45 મિનિટનો સમય હતો ત્યારે વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્રમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યો અને તેને લાગી આવતા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

આ મામલે વિદ્યાર્થીના પિતા ધીરુભાઈ કળસરિયાએ જણાવ્યું હતું કે, મારો પુત્ર રાજકોટની ડાંગર કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો. તેને અભ્યાસ દરમિયાન વારંવાર એટીકેટી આવતી હતી અને પૈસા માગવામાં આવ્યા હતા. જે પૈસા આપવામાં ન આવતા મારા દીકરાને નાપાસ કરવામાં આવતો હતો. ડાંગર કોલેજના ટ્રસ્ટ દ્વારા રૂૂપિયા 10,000ની માગ કરવામાં આવી હતી. જોકે, બાદમાં મારા પુત્રએ રૂૂપિયા 7,000 આપ્યા હતા અને રૂૂ. 3,000 આપ્યા ન હતા. તેને કારણે તેણે ઇન્જેક્શન લઈને આપઘાત કરી લીધો હતો. હવે અમારી માગણી એક જ છે કે, ડાંગર કોલેજના ટ્રસ્ટી સહિતના સામે પોલીસ દ્વારા કડક સજા કરવામાં આવે તો જ અમને ન્યાય મળશે.

આ મામલે ડાંગર કોલેજના સંચાલક જનક મેતાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી ધર્મેશ કળસરિયા દ્વારા વર્ષ 2019માં એડમિશન લેવામાં આવ્યું હતું. જોકે, બાદમાં પ્રથમ વર્ષમાં તે ચારથી વધુ વખત નાપાસ થયો હતો અને પછી બીજા વર્ષમાં પણ એક વખત નાપાસ થયો હતો. જેથી ગત 19 ઓગસ્ટથી શરૂૂ થયેલી સપ્લીમેન્ટરી પરીક્ષા તે આપી રહ્યો હતો. જેમાં 23 ઓગસ્ટના પેપરમાં તે પરીક્ષા દરમિયાન ચોરી કરતા પકડાઈ ગયો હતો. જોકે, સુપરવાઈઝરે તેને થોડો સમય બેસવાનું કહ્યું હતું અને ત્યાર બાદ પેપર લખવાની છૂટ આપી હતી. જોકે, 24 ઓગસ્ટ પછીના પેપરો તેણે આપ્યા નથી. જ્યારે કોલેજ દ્વારા પૈસા લઇને પાસ કરવામાં આવતા હોવાના આક્ષેપ તદ્દન ખોટા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement