રાજુલા: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત નાં માર્ગદર્શન મુજબ આજે તા. 15/11/2025 ને શનિવાર નાં રોજ ગુજરાત નાં તમામ 182 વિધાનસભા ક્ષેત્ર મુજબ દરેક પ્રાંત અધિકારી ને બી. એલ.ઓ.સંદર્ભે આવેદનપત્ર પાઠવવાનું નકી થયું તે મુજબ રાજુલા પ્રાંત અધિકારી ને આવેદન આપવા માં આવ્યું. રાષ્ટ્રીય કામગીરી નો વિરોધ કરવાનો નથી, પણ શિક્ષકોનું સન્માન જળવાય, સમય મર્યાદા માં કામગીરી પુર્ણ કરવાની હોય તો તેમની અનુકૂળતા ઉભી કરવાની વાત કરવામાં આવી શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવી.
બી.આઈ.ઓ.ને ચૂંટણી કામગીરી નો ઓર્ડર ચૂંટણી કાર્ડના આધારે નહીં પરંતુ પોતાની નોકરી કરતા શાળાના ગામમાં આપવા બાબતે એક વખત બી. એલ.ઓ.ની કામગીરી કરેલ હોય તેવા શિક્ષકોને ફરીથી આ પ્રકારની કામગીરીનો ઓર્ડર ન આપવા બાબત. બી.એક.ઓ શિક્ષકોને કામગીરી માં શાળા સમય દરમિયાન છૂટ અને તાલુકાના અધિકારીઓ દ્વારા થતું દબાણ દૂર થાય તે બાબતે પ્રાથમિક વિભાગ માંથી પ્રાંત સંગઠન મંત્રી ભાભલુભાઈ વરૂૂ માધ્યમિક જિલ્લા ઉપાધ્યક્ષ કિશોર ભાઈ વરૂૂ સંગઠન મંત્રી સુમિતાબેન બગથરીયા ઊર્મિલાબેન અને રાજુલા પ્રાથમિકમાંથી ચેતનભાઇ કાતરીયા મહામંત્રી અરુણભાઈ પુરોહિત કાર્યકારી પ્રમુખ લક્ષ્મણભાઈ ડાભી જાફરાબાદ તાલુકા અધ્યક્ષ નિલેશભાઈ મજેઠીયા જાફરાબાદ ઉપાધ્યક્ષ આશિષકુમાર કોરિયા મહામંત્રી જાફરાબાદ પ્રવીણભાઈ ટાંક આશિષભાઈ જોશી તેમજ બહોળી સંખ્યામાં શિક્ષકો હાજર રહી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપેલ હતું.